આરોપીનો ફોન એફએસએલમાં મોકલાશે, નડિયાદના આધેડ પાસેથી 1 લાખ પડાવ્યાં

નડિયાદ શહેરમાં થયેલા હનીટ્રેપના બનાવમાં સ્થાનિક પોલીસે બે ઇસમો ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
તા.17 સપ્ટેમ્બરના રોજ છ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.
હજી ચાર અારોપી ફરાર છે. નડિયાદ શહેરના મંજીપુરા ચોકડી પાસે રહેતા 54 વર્ષીય આધેડને તા 17 સપ્ટેમ્બરના રોજ હની ટ્રેપમાં ફસાવી રૂ.1 લાખ પડાવી લેવા બાબતે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
આ બનાવમાં પોલીસ ટીમે ભાવેશ ઝાલા અને સતિષ સોલંકીને રાઉન્ડઅપ કરી કોવિડ ટેસ્ટ કરાવતાં રિપોર્ટ નેગેટીવ આવતા બંનેનેે કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરતા કોર્ટે 23મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
રિમાન્ડ દરમિયાન પોલીસ ટીમે જપ્ત કરેલ સતીષનો મોબાઇલ એફએસએલમાં તપાસ અર્થે મોકલવામાં આવશે. જ્યાં ઇન્સ્ટાગ્રામ IDની તપાસ કરાશે.