વિશિષ્ટ શિક્ષકોના પડતર પ્રશ્નો ન ઉકેલાય તો જલદ આંદોલનની ચીમકી

રાજ્યભરની સરકારી પ્રાથમિક શાળાઓમાં દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપતા 1024 સ્પેશિયલ એજ્યુકેટરોનું મહેકમ ઉભું કરીને કાયમી ધોરણે સમાવી લેવાની માંગ બુલંદ બની છે.
જો સ્પેશિયલ શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલવામાં નહી આવે તો આગામી સમયમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
દિવ્યાંગ વિદ્યાર્થીઓને સમાજની તરાહમાં સામેલ કરીને તેઓની દિવ્યાંગતાનો ઉપયોગ વ્યક્તિત્વ વિકાસ અને સમાજ માટે ઉપયોગી બને તે માટે રાજ્ય સરકાર અનેક યોજનાઓ ચલાવી રહી છે.
જેમાં સામાન્ય વિદ્યાર્થીઓની સાથે જ દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.
ત્યારે દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે રાજ્યભરની સરકારી પ્રાથમિક શાળાઓમાં 1024 સ્પેશિયલ એજ્યુકેટરોની ભરતી કાયમી કરવામાં આવી નથી.
વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો નિર્ણય
જોકે સરકારી પ્રાથમિક શાળાઓમાં અન્ય શિક્ષકો માટે મહેકમ ઉભું કરીને કાયમી ભરતી કરાય છે.
જ્યારે દિવ્યાંગોના વિકાસ માટેની વાત કરતી રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ એજ્યુકેટરોની ભરતી માટે મહેકમ ઉભું કરીને કાયમી ધોરણે સમાવાતા નથી.
ત્યારે સ્પેશિયલ એજ્યુકેટરોને પણ કાયમી સમાવેશ કરીને ખાસ મહેકમ ઉભું કરવાની માંગણી સાથે વિશિષ્ટ શિક્ષક સંઘની નગરના સેક્ટર-7, ભારતમાતા મંદિર ખાતે બેઠક મળી હતી.