કપડવંજ : ભાજપમાં ભડકો..

ભાજપના દાવેદારે જ ભાજપ સામે મોરચો માંડી અપક્ષ ઉમેદવારી કરશે..
ગુજરાતમાં ચૂંટણી માહોલ જામી ગયો છે.
ત્યારે, ૧૨૦-કપડવંજ બેઠક પર ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર થઈ ગયા છે.
બે દિવસ પહેલાં જ ભાજપમાંથી રાજેશ ઝાલાને ટીકીટ મળી છે.
તો તેને લઈ ક્યાંક ને ક્યાંક ભાજપના કાર્યકરમાં અસંતોષ હોય એવું જોવા મળી રહ્યું છે..
ત્યારે કઠલાલ તાલુકાના મોટી મૂડેલ ગામના સરપંચ દિપકભાઈ ડાભીએ અપક્ષ ઉમેદવારી નોંધાવવા પ્રાંત ઓફિસમાંથી ફોર્મ લેવા આવ્યા હતા.
દીપકભાઈ ડાભી જિલ્લા ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચામાં કારોબારી સભ્ય તરીકે સેવાઓ આપી રહ્યા છે.
તેઓએ જણાવ્યું હતું કે હું અપક્ષ ઉમેદવારી નોંધાવવાનો છું,
આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી જેની વિચારધારા અને કાર્યકર્તાની પ્રતિષ્ઠાને જોઈને ઉમેદવાર જાહેર કરતી હોય છે.
પણ આ વખતે કપડવંજ વિધાનસભામાં કંઈક અલગ જ માહોલ દેખાઈ રહ્યો છે.
કપડવંજ/કઠલાલ ગ્રામ્ય અને શહેર સહિતના પૂર્વ વિસ્તારના ગામોના પ્રતિષ્ઠિત નાગરિકો ૧૦૦ જેટલા સરપંચ,૧૦થી વધુ જિલ્લા પંચાયત સભ્યો, ૧૫ થી વધુ પૂર્વ જિલ્લા પંચાયત સભ્યો
તેમજ ૨૫ થી વધુ તાલુકા પંચાયતના સભ્યો સહિત પ્રતિષ્ઠિત નાગરિકો અને આગેવાનોને લઈને અપક્ષ ઉમેદવારી નોંધવવાના છીએ.
કપડવંજની જનતાનો હંમેશાં વિશ્વાસ અમારી ઉપર રહેશે અને આ સીટ વડાપ્રધાનને અર્પણ કરીશું.
તેઓ ભારતીય જનતા પાર્ટી પક્ષ સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા છે.