ગાંધીનગરના રાઠોડ પાલડી ગામ પાસે કારની ટક્કરે પ્રૌઢનું મોત

માણસા તાલુકાના રાઠોડ પાલડી ગામના પાટીયા પાસે રહેતા એક પ્રૌઢ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા.
ત્યાં થોડીક વાર આરામ કરવા માટે બેઠા હતા, તે વખતે વિસનગર તરફ જઈ રહેલી કારના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે ચલાવી મંદિર પાસે બેઠેલા પ્રૌઢને ટક્કર મારતા તેમને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા મોત થયું હતું.
જે બાબતે તેમના પુત્ર એ કાર ચાલક વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
કાર ચાલક વિરુદ્ધ પોલીસ સ્ટેશને ફરિયાદ
પ્રાપ્ત માહિતી મુજબ માણસા તાલુકાના ચરાડા ગામે આવેલ ચામુંડા નગરના ઠાકોરવાસના મૂળ વતની રાકેશભાઈ પ્રહલાદજી ઠાકોર તેમના પરિવાર સાથે હાલ રાઠોડ પાલડી ગામના પાટીયા પાસે નર્સરી સામે રહે છે
અને આ પરિવાર ખેતીનું કામકાજ કરી ગુજરાન ચલાવે છે.
જેમાં ગઈકાલે રાકેશભાઈના 52 વર્ષીય પિતા પ્રહલાદભાઈ છનાભાઈ ઠાકોર બિલોદરા રોડ પર આવેલ ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરાવવા માટે ગયા હતા અને ત્યાં દર્શન કરી થોડીક વાર માટે બેઠા હતા.
પ્રૌઢને ટક્કર મારતા મોત
તે વખતે માણસાથી વિસનગર તરફ જઈ રહેલ એક કારના ચાલેકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી રોંગ સાઈડથી આવીને અહીં બેઠેલા પ્રહલાદભાઈને ટક્કર મારતા તેમને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી.