ચીલોડાનાં મગોડી ગામથી વધુ એક દારૂ ભરેલી ગાડી ઝડપાઈ, ત્રણ હજાર દારૂની બોટલો સાથે 10.56 લાખનો મુદ્દામાલ જપ્ત

પ્રતીકાત્મક તસવીર:ચીલોડાનાં મગોડી ગામથી વધુ એક દારૂ ભરેલી ગાડી ઝડપાઈ, ત્રણ હજાર દારૂની બોટલો સાથે 10.56 લાખનો મુદ્દામાલ જપ્ત

ચીલોડાનાં મગોડી ગામથી વધુ એક દારૂ ભરેલી ગાડી ઝડપાઈ, ત્રણ હજાર દારૂની બોટલો સાથે 10.56 લાખનો મુદ્દામાલ જપ્ત

પ્રતીકાત્મક તસવીર:ચીલોડાનાં મગોડી ગામથી વધુ એક દારૂ ભરેલી ગાડી ઝડપાઈ, ત્રણ હજાર દારૂની બોટલો સાથે 10.56 લાખનો મુદ્દામાલ જપ્ત
પ્રતીકાત્મક તસવીર:ચીલોડાનાં મગોડી ગામથી વધુ એક દારૂ ભરેલી ગાડી ઝડપાઈ, ત્રણ હજાર દારૂની બોટલો સાથે 10.56 લાખનો મુદ્દામાલ જપ્ત

 

રાજયના પાટનગર ગાંધીનગરનાં ચીલોડા પોલીસ મથકની હદમાં આવેલા મગોડી ગામથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વધુ એક દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી 3 હજાર દારૂની બોટલોનાં જથ્થા સાથે 10.56 લાખનો મુદામાલ જપ્ત કરી નવ ઈસમો વિરુધ્ધ ચીલોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.

એક જ રાતમાં સ્ટેટ મોનીટરીંગની ટીમે મગોડી અને દહેગામના પાલૈયાથી દારૂ કટિંગનું નેટવર્ક નેસ્તનાબૂદ કરીને કુલ 6500 નંગ વિદેશી દારૂની બોટલો સાથે 32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે.

દહેગામ ચીલોડા હાઇવે માર્ગ દેશી વિદેશી દારૂની હેરફેર માટેનો મોકળો માર્ગ

રાજયના પાટનગર ગાંધીનગરમાં સ્થાનિક પોલીસને ગાઢ નિંદ્રામાં રાખી સ્ટેટ મોનીટરીંગની ટીમે ગઈકાલે દારૂ કટિંગનાં નેટવર્કનો પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે.

દહેગામ ચીલોડા હાઇવે માર્ગ દેશી વિદેશી દારૂની હેરફેર માટેનો આશીર્વાદ સમાન રોડ હોય એમ છાશવારે દારૂનો જથ્થો પોલીસ ઝડપી પાડતી હોય છે.

ત્યારે ગઈકાલે સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે ટી કામરીયાની ટીમના પીએસઆઇ એમ બી રાણા સહિતના સ્ટાફના માણસોએ પૂર્વ બાતમીના આધારે મગોડી ગામથી દારૂ ભરેલી પીકઅપ ડાલું ઝડપી લેવામાં આવી હતી.

પૂર્વ બાતમીના આધારે 3012 નંગ દારૃની બોટલો ઝડપી પાડવામાં આવી

સ્ટેટ મોનીટરીંગની ટીમે પૂર્વ બાતમીના આધારે પીકઅપ ડાલામાંથી 6 લાખ 56 હજાર 340 ની કિંમતની 3 હજાર 12 નંગ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી લેવાઈ હતી.

જ્યારે આ દારૂનો જથ્થો દહેગામ પાલૈયામાં ગામની સીમમાં આવેલા જગદીશ ઠાકોરનાં બોર કૂવા પર કટિંગ કરીને અહીં પહોંચાડવામાં આવ્યો હોવાનું તપાસમાં ખુલતા સ્ટેટ મોનીટરીંગની ટીમે પાલૈયાથી પણ રૂ. 14 લાખ 84 હજારની કિંમતની 3 હજાર 484 વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપી પાડી દારૂના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

એકજ રાતમાં બે સ્થળોએ સ્ટેટ મોનીટરીંગની ટીમે ઓપરેશન હાથ પાર પાડયું

ઉલ્લેખનીય છે કે ઉક્ત બંને સ્થળોએ દારૂના નેટવર્ક પાછળ દેવેન્દ્ર પરીહાર, સોનું લક્ષ્મણસિંહ રાજપૂત, ટીનીયો ઠાકોર (દહેગામ), મહમદ શરીફ, સંદીપ દીવારકર, કમલેશ ઉર્ફે કાલુ દેવીદાસ, મૂકેશ મારવાડી અને નાઝીર હુસૈન ઉસ્માનગની સિંધીને વોન્ટેડ જાહેર કરી

તેમના વિરુદ્ધ દહેગામ અને ચીલોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આમ એકજ રાતમાં બે સ્થળોએ સ્ટેટ મોનીટરીંગની ટીમે ત્રાટકીને દહેગામ – ચીલોડા પોલીસને ઊંઘતી ઝડપી પાડવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp