બીડજમાં નજીવી બાબતે 2 પરિવારો વચ્ચે મારામારી
ખેડાના બીડજમાં રહેતા પોપટભાઇ ડાભી પરિવાર સાથે રહી ખેતીકામ કરે છે.
બુધવારે સવારે તેઓ ઘરે હાજર હતા તે સમયે તેમના ભાઈ લક્ષ્મણભાઇને મહેન્દ્રસિંહ ગાળો બોલી કહેલ કે તુ મારી વાતો કેમ કરે છે તેમ કહી ગડદાપાટુનો મારમારવા લાગ્યા હતા.
જેથી પોપટભાઇ છોડાવવા જતાં મહેન્દ્રસિંહ કારમાંથી લાકડી લઇ આવી પોપટભાઈને માથામાં મારી ઇજા પહોંચાડી હતી.
ત્યારે પરિવારના સભ્યો ઝઘડામાં છોડાવવા વચ્ચે પડતા મહેન્દ્રસિંહના દિકરા અને તેના ભાઈએ ગડદાપાટુનો મારમાર્યો હતો.
પોપટભાઇની ફરિયાદ આધારે ખેડા પોલીસે મહેન્દ્રસિંહ સોલંકી, યુવરાજ સોલંકી અને અજીતભાઇ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
જ્યારે સામાપક્ષે મહેન્દ્રસિંહ સોલંકીએ લક્ષ્મણભાઇ ડાભી, પોપટભાઇ ડાભી,યુવરાજસિંહ ડાભી અને માર્મિક ડાભી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.