કપડવંજ કોલેજ ગ્રાઉન્ડમાં રૂમઝૂમ નવરાત્રીની રમઝટ, ખેલૈયાઓએ ગરબાની ધૂમ મચાવી

પ્રતીકાત્મક તસવીર:કપડવંજ કોલેજ ગ્રાઉન્ડમાં રૂમઝૂમ નવરાત્રીની રમઝટ, ખેલૈયાઓએ ગરબાની ધૂમ મચાવી

કોરોનાની મહામારીના બે વર્ષ પછી આ વર્ષે કપડવંજમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.

કપડવંજ શહેરના કૉલેજ ગ્રાઉન્ડમાં રૂમઝૂમ નવરાત્રીના યુવા આયોજકો ધવલ પટેલ, દક્ષેશ કંસારા, નીરવ પટેલ (બુધાભાઈ) ચિન્ટુ પટેલ, તુષાર પટેલ ,નયન પટેલ (સંકલ્પવાળા) મોન્ટુ ભટ્ટ,

નયન વી. પટેલ વગેરેના જણાવ્યા અનુસાર નવરાત્રીની રંગેચંગે ઉજવણી થઈ રહી છે.

શહેર અને તાલુકાની સૌથી મોટી નવરાત્રી મહોત્સવની ઉજવણી યુવા સાંસ્કૃતિક ગ્રુપ દ્વારા કપડવંજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવે છે.

આ વર્ષે જાણીતા ગાયક કલાકારો કૌશલ જાની અને વિધિ પટેલ પોતાના સુરીલા કંઠોથી ગરબાની રમઝટ બોલાવે છે.

નવરાત્રીના દસ દિવસ દરમિયાન રોજ રાત્રે 9:00 કલાકે શહેરની વિવિધ સંસ્થાઓ અને મહાનુભાવના હસ્તે મા અંબાની આરતી ઉતારવામાં આવે છે.

મેદાનમાં 5000 થી વધુ ખેલૈયાઓ ગરબાની મોજ માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ખેલૈયાઓ માટે ગ્રાઉન્ડ પર વિશાળ પાર્કિંગ તથા મોકળાશથી ગરબાની મોજ માણી શકે તે માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉપરાંત, કેમ્પસમાં ખાણી પીણીના સ્ટોલ પણ ઉભા કરવા સહિત ગરબા જોનાર લોકો માટે LEDની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp