મહિસાગર : સંતરામપુર ની એસ.પી.હાઈસકુલ ખાતે ચારગામ દશાપોરવાડ મહામંડળ અમદાવાદ દ્વારા મફત મેડીકલ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ..
મહિસાગર જીલ્લા મા આવેલ સંતરામપુર નગરના એસ.પી.હાઈસકુલ ખાતે
ચારગામ દશાપોરવાડ મહામંડળ અમદાવાદ દ્વારા યોજાયેલ મફત મેડીકલ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ નું દીપ પ્રગટાવી ને
કેમપને ખુલ્લો મુકતાં રાજ્ય સરકાર ના શિક્ષણ અને આદિવાસી વિકાસ મંત્રી પ્રો.કુબેરભાઈ ડીડોરે જણાવેલ કે,
ચારગામ દશાપોરવાડ મહામંડળ અમદાવાદ દ્વારા અગાઉ માલવણ મા આવો જ કેમ્પ કરી ને માનવસેવાનુ કામ કરેલું
અને આજે સંતરામપુર તાલુકાની પ્રજા માટે ઉમદા માનવસેવાનુ કામ કરીને ખરેખર પ્રશંસનીય કામગીરી કરેલ છે અને
આ મહામંડળ આવી પ્રજા ઉપયોગી સેવાકીય પ્રવૃતિઓ હરહંમેશ કરતી રહે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ કાર્ય માં શાળામંડળનાં સભ્યો, આચાર્ય અને શિક્ષકો ના સહયોગ ને બિરદાવયો હતો..
આ પ્રસંગે ઉપસ્થિત પર્વ ધારાસભ્ય પરંજયાદિતયસિહજી પરમારે મહામંડળ ની પ્રવૃત્તિ ને આવકારી ને માનવસેવાના યજ્ઞમાં પ્રવૃત્ત રહેવા જણાવ્યું હતું.
આ પ્રસંગે ચારગામ દશાપોરવાડ મહામંડળ અમદાવાદ નાં પ્રમુખ ભરતભાઇ શેઠે સ્વાગત પ્રવચન અને મહામંડળ ની પ્રવૃત્તિ ઓની જાણકારી આપી હતી.
ઉપસ્થિત મુખ્ય મહેમાનો નું ફુલ ના બુકે અને શાલ ઓઢાડીને સ્વાગત કરાયું હતું.
મહામંડળને શાળા પરીવાર દ્વારા તેમજ શાળા મંડળના પ્રમુખ, મંત્રી અને કમિટી સભ્યો દ્વારા મુખ્ય મહેમાનો –
ડોકટરોનુ બુકે અને શાલ ઓઢાડીને સ્વાગત કરાયું હતું.
આ કેમ્પમાં ડો.કલ્પેશ નિનામા.
ડો.ધીરજચૌધરી.ડો.એમ.એ.પટેલ.
લુણાવાડા ના ઙો.નિલમ.કે.શેલોત.
લુણાવાડા ના ડો.પાર્થ મહાજન.
ડો.તરંગ મહાજન.
ડો.પ્રદીપશાહ.
ડો.હેમાગ મહેતા.
અને
ઓપથાલમીક આશીસટનટ ડો.દીપસીહ ખરાડી એ તેમની સેવાનો લાભ આપેલ હતો.
આ યોજાયેલ કેમ્પમાં મહીસાગર જિલ્લા ની રેડક્રોસ સોસાયટી દ્વારા અગીયાર બોટલ રક્તદાન એકત્રિત કરાયેલ હતું
આ કેમ્પમાં ૨૭૦ જેટલા વિવિધ રોગોના દર્દીઓ એ લાભ લીધો હતો.
એસ.પી. હાઈસ્કુલ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગતગીતથી સૌનુ સ્વાગત કરાયું હતું.
આ માનવસેવાના યજ્ઞમાં શાળાનાં આચાર્ય શિક્ષકો.એન એસ.એસ. નાં વિધાર્થીઓ.
સંચાલકમંડળના સહુ સભ્યોએ સહયોગ આપ્યો હતો.
આ માનવ સેવાના યજ્ઞમાં નગરપાલિકા સંતરામપુર દ્વારા સુંદર સહયોગ આપ્યો હતો.