પોરબંદરમાં એક જ પટાંગણમાં કરોડના દાગીના સાથે રાસડે
પોરબંદરમાં મહેર સમાજની બહેનોએ પારંપરિક સોનાના દાગીના પહેરીને રાસડે રમ્યા હતા.
એક જ પટાંગણમાં સેંકડો કરોડના દાગીના પહેરી બહેનોએ પાંચમા નોરતે રાસ રમી માતાજીની આરાધના કરી હતી.
મહેર સમાજની બહેનો પારંપરિક વસ્ત્રો તથા દાગીના પહેરે છે.
સમાજની બહેનો શોખ ખાતર નહિ પરંતુ પરંપરાગત રીતે સોનાના દાગીનાની ખરીદી કરે છે.
પોરબંદરમાં ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા મહેર સમાજ માટે નવરાત્રિ દરમ્યાન રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે.
23 વર્ષથી આ આયોજન થાય છે.
ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ આ આયોજન થયું હતું.