મહિસાગર : સંતરામપુર એસ.પી.હાઈસકુલ ખાતે મફત મેડીકલ નિદાન કેમ્પ ને બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે…
સંતરામપુર નગરમાં તારીખ ૨૫/૦૨/૨૦૨૪ને રવિવાર નારોજ સવારે સાડાનવ કલાક થી બપોરે દોઢ કલાક સુધી
મફત મેડીકલ નિદાન કેમ્પ ને બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન એસ.પી.હાઈસકુલ સંતરામપુર ખાતે
ચારગામ દશાપોરવાડ મહામંડળ અમદાવાદ દ્વારા કરવામાં આવેલ છે…
આ યોજાયેલ મફત નિદાન કેમ્પ માં હાડકા નાંજનરલરોગો,
સ્ત્રીરોગો,
બાળરોગો,
આખોનારોગો,
દાતનારોગો,
ચામડીનારોગો,
નાક.કાન.ગળાના રોગોની તપાસ નિષ્ણાત ડોક્ટરો દ્વારા કરાનાર છે.
આ કેમ્પ મા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી મહીસાગર જીલ્લા બ્રાન્ચ લુણાવાડા નાં સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ નું પણ આયોજન કરવામાં આવેલ છે.
આ યોજાયેલ કેમ્પમાં ગુજરાત વિધાનસભા નાં ઉપાધ્યક્ષ અને પંચમહાલ જિલ્લા દુધ ઉત્પાદક સંઘ અને પંચમહાલ જિલ્લા સહકારી બેંક નાં ચેરમેન
જેઠાભાઈ આહીર તથા મંત્રી.શિક્ષણને આદિજાતિ વિકાસ ડો.કુબેરભાઈ ડીડોર,
રાજયકક્ષાના મંત્રી પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ બચુભાઇ ખાબડ તથા
દાહોદ સંસદસભ્ય જસવંતસિંહ ભાભોર અને ગોધરા નાં ધારાસભ્ય સી.કે.રાઉલજી તેમજ પર્વ ધારાસભ્ય પરંજ્યાદિત્યસિંહજી પરમાર ઉપસ્થિત રહેનાર છે.
આ યોજાનાર કેમ્પ નો નગરજનો અને તાલુકા ની જનતાએ લાભ લેવા જણાવાયેલ છે.
આ કેમ્પમાં રક્તદાન કરવા સૌને અનુરોધ અને અપીલ કરવામાં આવેલ છે.