મહિસાગર : સબ જેલના કાચાં કામનાં કેદીઓને શ્રી સહજાનંદ કૉલેજની વિદ્યાર્થીનીઓએ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી
મહિસાગર જિલ્લા સબ જેલના કાચાં કામનાં કેદીઓને શ્રી સહજાનંદ કૉલેજની વિદ્યાર્થીનીઓએ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી
સંતરામપુર સબ જેલમાં કાચા કામના બંધ ૯૪ આરોપીઓને વિદ્યાર્થીનીઓ દ્વારા કુમકુમ તિલક કરી શુભકામના પાઠવી રાખડી બાંધવામાં આવી..
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નરસિંગપુર માં
ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણની સાથે સાથે મનુષ્યના સર્વાગી વ્યકિતત્વ,
બૌધ્ધિક, શારીરિક, ભાવનાત્મક, સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનો વિકાસ થાય તેવા
દ્રઢ સંકલ્પ સાથે સ્થાપિત શ્રી સહજાનંદ કૉલેજ દ્વારા ભાઈ બહેનના પ્રેમના પવિત્ર રક્ષાબંધન પર્વ ને એક અનોખી અને અનેરી રીતે ઉજવવામાં આવ્યો હતો.
કૉલેજની વિદ્યાર્થીનીઓએ મહીસાગર જીલ્લાની સબજેલ સંતરામપુરમાં બંધ કાચા કામના લગભગ
૯૪ આરોપી ભાઈઓને કુમકુમ તિલક કરી, મો મીઠું કરી કલાઈએ રાખડી બાંધી હતી.
રક્ષા બાંધતી વખતે વિદ્યાર્થીનીઓએ પણ તેમની પાસે પ્રતિજ્ઞા સ્વરૂપમાં માંગણી કરેલ હતી કે,
હવે પછી સત્કર્મો કરી સમાજ તેમજ રાષ્ટ્ર જીવનને કલંક ન પહોંચે તેવું કાર્ય કરીશુ.
વધુમાં વિદ્યાર્થીનીઓએ પણ આરોપી ભાઈઓનું હૃદય પરિવર્તન થાય,
સારી જિંદગી જીવે તથા જલ્દી છૂટીને તેમના પરિવાર સાથે મિલન થાય અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરે તે માટે સારા ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.
આ તબક્કે કોલેજના આચાર્ય ડૉક્ટર સંજય પારગી,
પ્રોફેસર વિક્રમ રજાત તેમજ પ્રોફેસર નિમિશ કટારા ઉપસ્થિત રહીને
આ રક્ષાબંધન પર્વની ઉજવણીમાં મહીસાગર જિલ્લા
સબજેલ સંતરામપુરના તમામ કર્મચારીઓની નિયમ બધ્ધની કાર્યપ્રણાલી અને વ્યવસ્થાની પ્રશંસા કરી તેમજ અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો.