મહિસાગર : કડાણા ગામે પવિત્ર શ્રાવણ માસ માં ઈસ્ટદેવશ્રી મહાદેવના સાનિધ્ય માં બ્રહ્મશ્રીઓ દ્વારા નૂતન યજ્ઞોપવિત બદલવા નો સમૂહ માં મોટો ઉત્સવ..
કડાણા તાલુકામાં આવેલાં કડાણા ગામે દર વર્ષ ની જેમ
આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ માસ માં ઈસ્ટદેવ શ્રી એકલિંગજી મહાદેવ ના સાનિધ્ય માં
બ્રહ્મશ્રીઓ દ્વારા નૂતન યજ્ઞોપવિત બદલવા નો સમૂહ માં મોટો ઉત્સવ રાખવા માં આવેલ હતો
જેમાં મોટી સંખ્યા માં ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સહિત જનોઈ બળેવ પ્રસંગે ધારણ કરવામાં આવી હતી..
ત્યારબાદ સમૂહમાં આરતી તેમજ પ્રસાદી નું આયોજન કરાયું હતુ
સૌ એકત્રિત ભૂદેવો દ્વારા ઈસ્ટદેવ ના સાનિધ્ય માં દરેકે ધન્યતા અનુભવી હતી.