મહિસાગર : કડાણા તાલુકાની દધાલિયા ગ્રામ પંચાયતમા મહિલા સરપંચ અને સરપંચ પિતા દ્વારા તલાટીની ખોટી સહી કરી ગેરવહીવટ કરવામાં આવતા કડાણા પોલીસ..

મહિસાગર : કડાણા તાલુકાની દધાલિયા ગ્રામ પંચાયતમા મહિલા સરપંચ અને સરપંચ પિતા દ્વારા તલાટીની ખોટી સહી કરી ગેરવહીવટ કરવામાં આવતા કડાણા પોલીસ.

મહિસાગર : કડાણા તાલુકાની દધાલિયા ગ્રામ પંચાયતમા મહિલા સરપંચ અને સરપંચ પિતા દ્વારા તલાટીની ખોટી સહી કરી ગેરવહીવટ કરવામાં આવતા કડાણા પોલીસ..

મહિસાગર : કડાણા તાલુકાની દધાલિયા ગ્રામ પંચાયતમા મહિલા સરપંચ અને સરપંચ પિતા દ્વારા તલાટીની ખોટી સહી કરી ગેરવહીવટ કરવામાં આવતા કડાણા પોલીસ..
મહિસાગર : કડાણા તાલુકાની દધાલિયા ગ્રામ પંચાયતમા મહિલા સરપંચ અને સરપંચ પિતા દ્વારા તલાટીની ખોટી સહી કરી ગેરવહીવટ કરવામાં આવતા કડાણા પોલીસ..

મહિસાગર જીલ્લા મા આવેલ કડાણા તાલુકાની દધાલિયા ગ્રામ પંચાયતમા મહિલા સરપંચ અને સરપંચ પિતા દ્વારા તલાટીની ખોટી સહી કરી

રુપિયા ૧.૨૦ લાખ નો ગેરવહીવટ કરવામાં આવતા કડાણા પોલીસ મથકે તપાસ અર્થે અરજી દાખલ કરવામાં આવી.

મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાની દધાલિયા ગ્રુપ ગ્રામપંચાયત મા સરપંચ અને તેમના પિતા દ્વારા

સરકારી યોજનાના નાણાં મા ગેરરીતિ આંચરી લાખ્ખો રૂપિયાનો વહીવટી બારોબાર કરવામાં આવી રહ્યો છે

હાલમાં ૨૦ જુલાઈ ના રોજ પોતાના મનસ્વી સ્વાર્થ ખાતર ૧.૨૦ લાખ રૂપિયા રોકડા ઉપાડી

ગેરવહીવટ કર્યો હોવાનો ખુલાસો દધાલિયા પંચાયત ના તત્કાલીન તલાટી એ કર્યો છે

દધાલિયા પંચાયત ના તત્કાલીન તલાટી કમ મંત્રી નીરુબેન ભમાત દ્વારા કડાણા પોલીસ સ્ટેશન મા અરજી કરી છે કે

દધાલિયા પંચાયત મા સરપંચ તરીકે કૈલાશબેન અરવિંદભાઈ વાગડીયા છે

પણ પંચાયત નો તમામ વહીવટ સરપંચ ના પિતા અરવિંદભાઈ વાગડીયા કરે છે

તલાટી તરીકે જયારે દધાલિયા પંચાયત નો ચાર્જ સંભાળ્યો ત્યારે

જાણ થઇ કે પંચાયત મા યોજનાઓની ખાતાઓની ચેકબુક બેન્કની વિગતો સરપંચ ના પિતા અરવિંદભાઈ ભુરાભાઈ વાગડીયાઓ તેમની પાસે રાખે છે

તલાટી તરીકે ચેકબુક ની માંગણી કરી તો કલેકટર આવે તો પણ ચેકબુક તો નહિ મળે

કહી ચેકબુક તેમની પાસે રાખી હતી. પંચાયત મા ગ્રામસભા અને સામાન્યસભા પણ સરપંચ પિતા તલાટીની જાણ બહાર

બારોબાર નક્કી કરે છે.

તલાટીએ જણાવ્યું હતું કે ૨૩/૦૮/2023ના રોજ મારી બદલી સંતરામપુર ખાતે થતા

દધાલિયા પંચાયત ના રોજમેળ લખવાં જતા

બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક મા આવેલ સ્વભંડોળ ના ખાતા નંબર.૩૧૧૪૦૧૦૦૦૦૧૬૩૬ ના પાસબુક નુ સ્ટેટમેન્ટ જોતા મારાં ધ્યાન ઉપર આવ્યું કે

તારીખ.૨૦/૦૭/૨૦૨૩ ના રોજ ચેક નંબર.૪૫૮૨૧૦ મા મારી ખોટી સહી કરી

૧.૨૦ લાખની રકમ સરપંચ કેલાશબેન વાગડીયા એ

તેમના પિતા વાગડીયા અરવિંદભાઈ ભુરાભાઈ ના નામે રોકડ ભરી

મારી જાણ બહાર રૂપિયા ઉપાડી લીધા હતા.. જયારે સરપંચ ને પુછાતા મને ખબર નથી

કહી પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું

ત્યારે મારાં નામે ખોટા સહી સિક્કા કરી

સરકારી નાણાં નો ગેરવહીવટ કરનાર સરપંચ અને તેમના પિતા વિરુદ્ધ તપાસ કરવામાં આવે

તેમજ સરકારી નાણાં ની વસુલાત કરવામાં આવે

તે માટે કડાણા પોલીસ મથકે તલાટી નીરૂબેન ભમાતે અરજી આપી છે

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સરપંચ પિતા અરવિંદભાઈ ભુરાભાઈ વાગડીયા દ્વારા

વ્યક્તિગત શોચાલય. આવાસ જેવી સરકારી યોજના ના નાણાં લાભાર્થીઓ પાસે ઉઘરાવી

ગેરવહીવટ કરવાની ફરિયાદો તાલુકા વિકાસ અધિકારી સુધી પહોંચી હતી

જે અંગે પણ તપાસ ચાલી રહી છે.તેમ જાણવા મળે છે.
આ પ્રકારની ગંભીર ધટના માં ને નાણાંકીય ગેરરીતિઓ અંગે ની તલાટી કમ મંત્રી દ્વારા અપાયેલ લેખિત ફરીયાદ સંદર્ભ મા

કડાણા પોલીસ દ્વારા ત્વરીત ગુનો નોંધી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠી છે.

દધાલીયા ગ્રામ પંચાયતના સરપંચ કે સરપંચ ના પિતા આ રીતે તેમનાં પિતાના નામે ગ્રામપંચાયત નો ચેક કઈ રીતે લખી શકે તે એક ચર્ચાનો વિષય બનેલ છે.

🌹ઈન્દ્રવદન વ.પરીખ , સંતરામપુર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp