દાહોદ : ગરબાડા તાલુકાની નરેગા શાખામાં ભ્રષ્ટાચારે માઝા મુકી…
દાહોદ : ગરબાડા તાલુકાની નરેગા શાખામાં મજુરી કરી રોટલો રળતા અને રોજી રોટી કમાતા ગરીબો પાસે પણ ભીખ માંગે એટલા ગયેલી કક્ષાના ભીખારીઓ..????
દાહોદ : ગરબાડા તાલુકાની નરેગા શાખામાં ભ્રષ્ટાચારે માઝા મુકી…
ના કોઈ રોકનાર ઓર ના કોઈ ટોકનાર..
દાહોદ જિલ્લામાં નરેગા શાખામાં વિકાસના કામોમાં મંજૂરી માટે ટકાવારી (પૈસા) શેના લેવાય છે..તે જાગૃત નાગરિકો ને સમજાતુ નથી..
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં જે કેન્દ્રસરકાર દ્વારા ચાલતી મહાત્મા ગાંધી (નરેગા), યોજના ચાલી રહી છે
તેમાં બેરોજગાર વ્યક્તિ ને ૧૦૦, દિવસ નું ભથુ (રોજગારી), વેતન આપવામાં આવે છે,
તેમાં બેરોજગાર લાભાર્થી દ્વારા કામની માંગણી કરવામાં આવે છે
તો જે તે શાખા ના લગતા વલગતા અધિકારીઓ દ્વારા અમારે ઉપર પણ પૈસા આપવાના હોય
એમ કહી કામ ની મંજુરી માટે (પૈસા), ટકાવારી ના નામે ઉધાડી લુંટ ચલાવી રહ્યા છે તેવુ જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે..
તો શુ ખરેખર દાહોદ જિલ્લા ના ઉપરી અધિકારીઓ મજુરી કરી રોટલો રળતા અને રોજી રોટી કમાતા ગરીબો પાસે પણ ભીખ માંગે એટલા ગયેલી કક્ષા ભીખારીઓ છે…?
કે પછી અહીયાના સ્થાનિક અધિકારીઓ જ ભષ્ટ્રાચાર આદરવા મા નંબર વન છે..
તે ખરેખર તપાસ નો વિષય છે..
ઉપરી તંત્ર દ્વારા આ સમાચાર ઉપર તાત્કાલિક તટસ્થ તપાસ હાથ ધરી
આવા તમામ અધિકારીઓ કે જેઓ
દાહોદ જિલ્લા અને સરકાર નુ નામ ખરાબ કરનાર આવા
ભ્રષ્ટ અધિકારીઓની
તપાસ કરી કસુરવાર ઠર્યે થી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે
તેવી ગરીબ લાભાર્થીઓને ની
ઉપરી અધિકારીઓ ને
નમ્ર અપીલ છે..
લોકચર્ચા મુજબ
નીચે જણાવેલ મુજબ ના કામોની ટકાવારી માગવામાં આવે છે તે આ મુજબ છે,
કેટલશેઢ ના,: રૂપિયા ૫,૦૦૦/-
+ ૫,૦૦૦/-
અમુક અમુક જગ્યા પર,
જમીન સમતલ ના રૂપિયા ૩,૫૦૦/- થી
રૂપિયા ૮,૦૦૦/- સુધી
રિપેરીગ કુવા માટે:
રૂપિયા ૧૫,૦૦૦/-
નવા કુવાના : રૂપિયા ૩૫,૦૦૦/-
ચેકડેમ ના : રૂપિયા ૩૫,૦૦૦/-
વકૅ કોડ કાઢવાના:
રૂપિયા ૫૦૦/-
આ તમામ ની ટકાવારી ના રૂપિયા લેનારા કયા કયા અધિકારીઓ છે
તે તમામ અધિકારીઓ એક પ્રેસ પ્રતિનધી ના કેમેરા મા કેદ છે..
સં.૨૦૨૦-૨૧ ઞરબાડા તાલુકા પંચાયત ના ગાગરડા ગ્રામ પંચાયત અંતર્ગત બનાવવા આવેલા કેટલશેઢો ની હાલત દયાનીય..
ઢોરો બાહર અને કેટલશેઢો ખુલ્લા..
ગરબાડા તાલુકા પંચાયત કચેરી દ્વારા યોજનાઓ માં ખુલ્લેઆમ ભષ્ટ્રાચાર ચાલી રહ્યો છે તેનુ જીવતુ જાગતુ ઉદાહરણ..
જો આ સમાચારની તટસ્થ તપાસ જો નહી કરવામાં આવે તો
આવનારા સમયમાં ઓડિયો કોલ, ફોટા, વિડિયો સહિત ના સમાચાર દાહોદ જીલ્લા માટે ટોપ ટેન માં રહેશે તેવુ આ પ્રેસ પ્રતિનિધિનુ કહેવુ છે..
શુ ઉપરી તંત્ર દ્વારા આ સમાચાર ની તાત્કાલિક અસર થી તટસ્થ તપાસ થશે ખરી….?
કે પછી ચાલ્યા કરે નો નિયમ અપનાવાશે તે આવનાર સમય જ બતાવશે..