ગુજરાતનો વિકાસ અભેરાઈ ચડ્યો…
શાળામાં ગુલ્લીબાઝ શિક્ષકો સામે કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ..
વિરપુર તાલુકાની પ્રાથમિક શાળામાં જોવા મળી શિક્ષકોની ઘોર બેદરકારી…
માનાવત શાળાના આચાર્ય પર લાગ્યો ગુલ્લેબાજ શિક્ષકોને બચવાનો આક્ષેપ….
શાળામાં સમયસર ના આવતા શિક્ષકોએ આપ્યા રમુજી જવાબો. એક ઢોલકીબાજ શિક્ષકે જણાવ્યું ઢોલક લેવા ગયો હતો
તો બીજા એ પોતાના બાળકો ના અભ્યાસ અર્થે ગયા નો જવાબ આપ્યો અને મુખ્ય શિક્ષકે ઠંડીનું કાઢ્યું બહાનું.
વિરપુર તાલુકાના પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો ફરજ ઉપર આવવામાં લેટ લતીફ હોય છે
અને અ રેગ્યુલર હોવાનો અને બાળકો ના ભણતર ને લઇ પોતાની ફરજ મા બેકાળજી હોવાની બૂમરાણ મચી છે
ત્યારે વિરપુર તાલુકાની માંનાવત પ્રાથમિક શાળા ઉજાગર થતો જોવા મળ્યો હતો
જ્યારે ગ્રામજનો પત્રકારને સાથે લઇ શાળાના નિયત સમય મુલાકાત લેતા શાળામા મોડા આવેલા શિક્ષક ને સમય સર ન આવતા હોવાનું બહાર આવ્યું છે
ઉપરાંત શાળાના શિક્ષક શાળાના સમયે ઢોલક લેવા ગયા હોવાનું
ત્યારે બીજાએ પોતાના બાળકોના અભ્યાસ અર્થેની જવાબદારી નિભાવવામા લેટ પડ્યા હોવાનું
અને પોતે આચાર્ય પણ ઠંડીને લઇ ચાલી જાય તેવા ઉડાવ જવાબો આપ્યા હતા
શાળાના ગુલ્લીબાઝ શિક્ષકો ને લઈને બાળકો શિક્ષકોની રાહ જોતા રહ્યા
પણ શિક્ષકો શાળાએ સમય સર ન આવવાથી અભ્યાસ નું કાર્ય ખૂબ મોડું ચાલુ થાય છે
જેને લઈને બાળકો ના અભ્યાસ પર અસર પડે છે
શાળાના મુખ્ય શિક્ષક જ જો અનિયમિત આવતા હોય
તો શિક્ષકોને પણ મન ફાવે તેમ શાળાએ આવતા હોય તે સ્વાભાવિક છે
ગ્રામજનો દ્વારા મુખ્ય શિક્ષક અને અન્ય શિક્ષકો ની મિલી ભગત હોય તેમ જોવા મળ્યું હતું
તાલુકાની ગામડાઓ ની અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં મોનિટરિંગ પૂરતું થતું નથી ,
જેને લઈ ગરીબ બાળકોને ભણવું છે .
પણ શિક્ષકોની અનિયમતતા ને લઇ બાળકોનું ભાવિ અંધકારમય બનતું દેખાઈ રહ્યું છે .
જેબાબતે કોઈ ધ્યાન આપતું નથી
શનિવાર ના દિવસે સવાર ના સમય ની શાળા હોય કોઈ અધિકારી ની વિજીટ હોવાની સંભાવના નહિવત હોવાથી તેનો પૂરેપૂરો લાભ શિક્ષકો ઉઠાવતા જોવા મળ્યા હતા
માનાવત શાળામાં શિક્ષકો બાળકો ના પ્રાર્થના સમયે ઢોલક લેવા જવા ની જેવા પ્રશ્નને લઈને સવારે શાળાએ પોહોંચ્ચા નથી
જ્યારે સરાડીયા માનાવત ગામે શિક્ષક હાજર ન હતા . જયારે સરાડીયા (માનાવત ) શાળા માં કુલ સ્ટાફ ૬ શિક્ષક નો છે
જેમાંથી માત્ર એક શિક્ષક હાજર હતા .
જ્યારે અન્ય બાળકો શાળાએ સમય દરમિયાન શનિવાર હોવા છતાં પણ ૯ વાગ્યા સુધી શાળા તરફ જતા જોવા મળ્યા હતા
જે સ્થાનિકોના મતે શિક્ષણ અધિકારી દ્વારા આવા શિક્ષકો પર કાયદેસર ની કાર્યવાહી કરી
ગુલ્લીબાજ શિક્ષકો ને પાઠ ભણાવે અને બાળકો ના ભાવિ ની ચિંતા કરી
સમગ્ર વાલી સમાજ ની માગણી છે કે પ્રાથમિક શિક્ષકો પોતાની ફરજ પર સમય સર શાળાએ પહોંચે
અને બાળકોના ભણતર ને પ્રાધાન્ય આપી પોતાની નૈતિક જવાબદારી નિભાવે તેવી સ્થાનીકોની ઉગ્ર માંગ ઉઠી છે… …