અરવલ્લીઃ ભિલોડા બેઠક પર ભાજપના પુનમચંદ બરંડાનો ભવ્ય વિજય

ગુજરાત વિધાનસભા 2022 ની ૩૦-ભિલોડા મેઘરજ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પી. સી.બરંડા ને જંગી બહુમતીથી જીત મળતા
મેઘરજ ભિલોડા અને મોડાસા ખાતે ભવ્ય વિજય યાત્રા કાઢવામાં આવી હતી.
જેમાં તેમના હજારો સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ગામડે ગામડે તેમના મતવિસ્તારમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
આજે ભિલોડા તાલુકાના દેહગામડા ગામે તેમનું ગ્રામજનો દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
તેમણે તેમનાં મત વિસ્તારના વિકાસના કામો કરવાની ખાતરી આપી હતી.
મતદારો એ જંગી બહુમતી થી ચુટી લાવવા બદલ મતદારો નો આભાર માન્યો હતો.