મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ ટીભરવા ગામે થયેલ મારા મારીના બનાવ
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ ટીભરવા ગામે થયેલ મારા મારીના બનાવ સંદર્ભે સત્વરે પોલીસ દ્વારા તપાસ થાય
અને અરજદારને ન્યાય મળે તેવી અરજદારની માંગ…
પ્રાપ્ત માહિતી મુજબ અરજદાર નામે બારીયા મહેન્દ્રભાઈ રૂમાલભાઈ રહેવાસી : ટીભરવા , તાલુકો : સંતરામપુર ,જીલ્લો : મહીસાગર (મોબાઈલ નંબર 6355587535) નાઓ છે
અને તેઓનું કહેવું છે કે તારીખ ૧.૧૨.૨૦૨૨ ના રોજ તેઓ પોતાના પરિવાર સાથે રાત્રીના જમી પરવારી પોતાના ઘરમાં સુતા હતા
ત્યારે અચાનક જ તેઓના ગામના જ સામેવાળા પક્ષેથી
( ૧ ) શૈલેષભાઈ
( ૨ ) મંગળભાઈ
( 3 ) નિકુલભાઇ
( ૪ )નિલેશભાઈ
( ૫ ) અશ્વિનભાઈ
( ૬ ) રમણભાઈ
( ૭ ) ભાથીભાઈ
( ૮ ) મહેશભાઈ
તમામે તમામ રહેવાસી : ટીભરવા, તાલુકો : સંતરામપુર, જિલ્લો: મહીસાગર નાઓ લાકડી, ધારિયા,
લોખંડની પાઇપો
તેમજ
પિસ્તોલ જેવા દેખાતા હથિયારો લઇ
આ અરજદારના ઘરમાં અચાનક ઘુસી ગયેલ..
અરજદાર ના કહેવા મુજબ તેઓએ અરજદારના ઘરમાં મુકેલ તિજોરીમાંથી સોના – ચાંદીના ઘરેણા
તેમજ રોકડ રકમ નીકાલી લીધેલી હતી
અરજદાર બારીયા મહેન્દ્રભાઈ રૂમાલભાઈ ના કહેવા અનુસાર, આ બનાવ બનતો હતો
તે દરમિયાન અરજદારના ઘરના સભ્યો એ આ સામેવાળાઓને પોતાના ઘરમાં થતો રંજાડ અને તોડફોડ ના થાય તે હેતુસર બુમા-બૂમ કરી ,
રોકવા જતા અને બુમા બુમ ના અવાજ થતા જે આજુબાજુના વ્યક્તિઓ સ્થળ ઉપર આવી ગયા હતા
તેઓને અને આ અરજદારને આ સામે વાળાઓએ પોતાની પાસે રાખેલ હથિયારો ,લાકડીઓ.. વિગેરેથી ઈજા ગ્રસ્ત કરેલ
અને અરજદારના ઘરમાંથી અરજદારના કહેવા મુજબ માલ- સામાન તેમજ રોકડ રકમ લઈ જતા રહેલ અને જતા જતા ગર્ભિત ભાષામાં ધમકીઓ પણ આપતા ગયા હોવાની વાત ફરિયાદી કહે છે
સદર વિષય અનુસંધાને આ બનાવ બન્યા બાદ સંતરામપુર પોલીસ સ્ટેશનને અરજદારે લેખિતમાં ફરિયાદ પણ આપેલી હોવા છતાં પણ આજ દિવસ સુધી પોલીસ દ્વારા આ
સામેવાળાઓ ઉપર કોઈ જ પગલા ભરવામાં ના આવતા કે અટકાયત કરવામાં ના આવતા
અરજદારે પોતાને ન્યાય મળે અને સદર બનાવ સંદર્ભે સત્વરે યોગ્ય પારદર્શક તટસ્થ તપાસ થાય
તેવી પોલીસ ખાતાને વારંવાર નમ્ર અરજ કરેલ હોવાની વિગતો અરજદાર દ્વારા જાણવા મળેલ છે..
સત્ય હકીકત શું છે તે તપાસનો વિષય છે..