ખેડા : માતર તાલુકા માં સામાજિક કાર્યકર પર લગાવેલ ખોટી એટ્રોસિટીની કલમ રદ કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું.
ખેડા જિલ્લાના માતર તાલુકા માં સામાજિક કાર્યકર મહિપતસિંહ ચૌહાણ પર લગાવેલ ખોટી એટ્રોસિટીની કલમ રદ કરવા બાબતે આવેદન પત્ર મામલતદાર ને આપવામાં આવ્યું.
ખેડા જિલ્લાના માતર માં મામલતદાર કચેરીમાં સામાજિક કાર્યકર મહિપતસિંહ ચૌહાણ, શિક્ષણ એજ કલ્યાણ સંકુલ ના પ્રણેતા અને સર્વસમાજ સેના ના અધ્યક્ષ અને યુવાનોના આદર્શ
તથા કામદારો માટે હમેશા તત્પર રહેતા એવા સારા સામાજિક કાર્યકર છે,
તારીખ ૨૦/૦૯/૨૦૨૨ ના રોજ જિંદાલ ઉર્ફે અમિતારા કંપની માં મહિપતસિંહ ચૌહાણ ને કામદારો દ્વારા તેમને અપુરતા વેતન બાબતે આવેલ ફોન ના આધારે તેવો કામદારોને પુરતું વેતન અપાવવા ગયેલ અને તેઓ તે સમયે કોઈ પણ પ્રકારના જાતિવાચક શબ્દ બોલેલ નથી અને જાતિ ભેદભાવથી સખ્ત વિરોધી છે.
તેઓ તેમના સંકુલ માં પણ બાળકો ના નામ પસી વંદે માતરમ્ બોલાવે છે,
તમને હેતુપૂર્વક ચાર દિવસ બાદ રાજકીય અદાવત ના કારણે તેમના પર ગૌતમભાઈ શ્રીમાળી, રહે, ચિત્રાસર નો ઉપયોગ કરી હેરાન કરવામાં આવી રહ્યા છે
તે બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, અને જો મહિપતસિંહ ચૌહાણ પર લગાવેલ ખોટી એટ્રોસિટી રદ કરવામાં નહિ આવે તો દિન સાત બાદ ઉગ્ર આંદોલન કરવાની અને જરૂર જણાય તો સમગ્ર ગુજરાત ના યુવાનો ને એકત્રિત કરી ગાંધીન ગર ખાતે સચિવાલય નો ગેરાવો કરવાનો પણ આવેદન પત્રમાં જણાવ્યું છે.
🌹ખેડા જિલ્લા બ્યુરો ચીફ વિજયસિંહ સોઢા પરમાર નો રિપોર્ટ