સંતરામપુર એસ ટી ડેપો ખાતે ૨ સરકારી એસ.ટી.બસો આમને સામને અથડાઈ..
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ સંતરામપુર એસ.ટી.ડેપો ખાતે ૧૧ નવેમ્બર ૨૦૨૨ ના રોજ સાંજના સુમારે ડેપો ખાતે ૨ બસો આમને સામને અથડાઈ હતી.
જેમાં મળતી માહિતી મુજબ સંતરામપુર એસ.ટી.ડેપો ખાતે ડેપોમાંથી નીકળતી બસ પ્રાંતિજ ડેપોની દાહોદ પ્રાંતિજ જવા વાળી અને તે દરમિયાન ડેપો માં આવતી ડીસા ડેપોની બસ
ડીસા – દાહોદ જવા વાળી આમને સામને સંતરામપુર એસ.ટી.ડેપો માં ડ્રાઈવર સાઈટ ભટકાઈ હતી .
જેમાં દાહોદ – પ્રાંતિજ બસ ની બ્રેક ફેલ થઈ જતા સામે આવતી પ્રાંતિજ – દાહોદ બસ ને ટક્કર મારી હતી.
જેમાં પ્રાંતિજ – દાહોદ બસ માં બેઠેલા મુસાફરો નો આબાદ બચાવ થયો હતો અને ડ્રાઈવર ને માથાના તેમજ નાકના ભાગે ઈજાઓ પોંહચી હતી .
જેથી ડ્રાઇવર ને તાત્કાલિક સારવાર અર્થે સંતરામપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા .
આ બનાવ બાબતે મુસાફરો તેમજ સ્થાનિક રહીશો ઘટના સ્થળે મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ ગયા હતા.
ઉલ્લેખનીય એ છે કે આ આ બનાવ બાબતે મુસાફરો માં લોક ચર્ચા વહેતી થઈ હતી કે કાશ આ બસ સામે ન આવી હોત તો આ બ્રેક ફેલ થઈ ગઈલી બસ ડેપોના બહારનાં ભાગે ગગડી જતી
અને ગંભીર બનાવ બનતો. તો શું થાત ???
🌹ઈન્દ્રવદન વ. પરીખ,સંતરામપુર.