મોરબી વિધાનસભાની ચુંટણીના ત્રિપાંખ્યા જંગમા મતદાતાઓ દ્વારા ઉત્સાહ પુર્વક મતદાન કરાયુ..

બપોરના બે વાગ્યા સુધીમા ૪૦% જેટલુ મતદાન વૃધ્ધો વિકલાંગો યુવાનો દ્રારા પુરજોષથી મતદાન કરાયુ
મોરબી જીલ્લામાં સવારથી ઉત્સાહપૂર્ણ રીતે મતદાન થઇ રહ્યું છે
અને બપોરે ૨ વાગ્યા સુધીમાં સારું કહી સકાય તેટલું મતદાન નોંધાયું છે
૪૦ ટકા જેટલુ મતદાન નોંધાઈ ચુક્યું છે
મોરબી જીલ્લાની ત્રણ બેઠકોમાં યુવાનો વૃધ્ધો અને વિકલાંગો દ્રારા ભારે ઉત્સાહ પુર્વક પુરજોશથી મતદાન કરવામા આવ્યુ હતુ
અને સવારથી મતદારોની લાઈનો જોવા મળી હતી
ત્યારે મોરબી બેઠકના ભાજપના ઉમેદવાર કાન્તિલાલ મતદાન કરવા તેમના પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યા છે.
ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે જનતાનો મારા પર વિશ્વાસને કારણે સીટ મળી છે
તેઓએ મતદાન કરીને મીડિયા સાથેના પ્રશ્નના જવાબ પુલ દુર્ઘટનાને સરકાર ગંભીર ગણીને તપાસ કરી રહી છે.
જે જે દોષિત હશે તેમની સામે કડક કાર્યવાહી કરાશે
તેમ તેમણે જણાવ્યું હતું.
જ્યારે તેમની પુત્રી જહાંનવીએ પણ પ્રથમ વખત મતદાન કરી ભાજપની જીત નિશ્ચિત હોવાનો દાવો કર્યો હતો.
વાંકાનેર વિધાનસભાની ચૂંટણી માટે વહેલી સવારથી જ મતદાન શરૂ કરવામાં આવ્યું છે
અને સવારથી મતદારો ઉત્સાહપૂર્ણ રીતે મતદાન કરીને લોકશાહી પર્વને ઉજવી રહ્યા છે
ત્યારે વાંકાનેર બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવારે મતદાન કર્યું હતું
તેમજ વાંકાનેર વર્તમાન ધારાસભ્ય અને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મહંમદ જાવેદ પીરઝાદાએ વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે પોતાની મતદાનની પવિત્ર ફરજ નિભાવી મતદાન કર્યું હતું.
આ સાથે જ તેમણે વાંકાનેરના નાગરિકોને પણ પોતાની ફરજ નિભાવતા મતદાન કરવાની અપીલ કરી હતી
મોરબીમાં હાલ પુરજોશમાં મતદાન થઈ રહ્યું છે.
એક તરફ મતદારો ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે મતદાન કરવા આવી રહ્યા છે
તો બીજી તરફ રાજકીય પાર્ટીના ઉમેદવારો પણ મતદાનની ફરજ અદા કરી રહ્યા છે.
જ્યાં હાલ મોરબી આપ ઉમેદવાર પંકજ રાણસરિયા અને ટંકારા આપ ઉમેદવાર સંજય ભટાસણાએ મતદાન કર્યું હતું
અને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
મોરબી અને ટંકારા બેઠક પર આમ આદમી પાર્ટીના પાટીદાર ઉમેદવાર અને વાંકાનેર બેઠક પર કોળી મતદારોનું પ્રભુત્વ છે,
ત્યારે આપમાંથી કોળી ઉમેદવાર મેદાને ઉતારતા રસપ્રદ જંગ જોવા મળી શકે છે.
મોરબી બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે
જ્યાં ૧૯૯૫ થી વર્ષ ૨૦૧૭ સુધી કાંતિલાલ અમૃતિયાએ રાજ કર્યું હતું.
જેઓ ૨૦૧૭ની ચૂંટણી હારી ગયા હતા.
જોકે, ફરી ભાજપે ટિકિટ આપી છે.
ત્યારે સૌની નજર મોરબીની બેઠક પર જોવા મળી રહી છે.