ભિલોડા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ચૂંટણી સભાને સંબોધી
ચાણક્ય ગણાતા દેશના ગૃહ મંત્રી અમિત શાહ ઉમેદવાર પી સી બરંડા ના પ્રચાર અર્થે ગૃહ પ્રધાન અમિત શાહે હજારોની મેદની સાથે સભા યોજી.
અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ચૂંટણી સભાને સંબોધી,,
આગામી 5 ડિસેમ્બરે રાજ્યમાં બીજા તબક્કામાં અરવલ્લી જિલ્લાની ત્રણ બેઠકો માટે પણ મતદાન યોજાનાર છે
જેને લઈ ભિલોડા બેઠકના ભાજપના ઉમેદવાર અને પૂર્વ આઈ.પી.એસ. અધિકારી પી.સી. બરંડાના સમર્થનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે
વિશાળ ચૂંટણી સભાને સંબંધી હતી,,ભિલોડા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું,,
સભાને સંબોધતા અમિત શાહે કોંગ્રેસને આડે હાથ લીધી હતી,,
સાથે જ ભિલોડા બેઠક પરથી ભાજપના ઉમેદવારને જીતાડવા હાકલ કરી હતી,,
આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ માંથી ટિકિટ ન મળતા નારાજ થયેલા દિલીપ કટારા તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા,,
સાથે જ ભિલોડા બેઠકના ભાજપના ઉમેદવાર પી.સી. બરંડાએ 50 હજારની જંગી લીડ સાથે બેઠક ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો..