વડોદરા : વીઆઈપી રોડ વુડા સર્કલ પાસે અવારનવાર અકસ્માત સર્જાય છે પરંતુ જવાબદાર કોણ.?
વડોદરા શહેરમાં આવેલ વીઆઈપી રોડ વુડા સર્કલ પાસે અવારનવાર અકસ્માત સર્જાય છે પરંતુ જવાબદાર કોણ.?
આ વીઆઈપી રોડ પર સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે
સાથે સર્કલની વચ્ચોવચ મેન સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં છે
ગઈકાલે રાત્રિના બે કલાકે દિવ્યેશ પ્રજાપતિ નામના યુવકનું મૃત્યુ થયું હતું
અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો ત્યાંના સ્થાનિક સામાજીક કાર્યકર પરમાર કમલેશ ૧૦૮ એબ્યુલંન્સ દ્વારા સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
સાથે સામાજીક કાર્યકર દ્વારા કહેવામાં આવ્યું કે થોડા સમય પહેલા એક ૧૨ માં ધોરણમાં ભણતી બાળકીનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું
સાથે આ વીઆઈપી રોડ પર અવારનવાર અકસ્માત થતા હોય છે
તંત્રને સાથે વડોદરા શહેરના જવાબદાર વ્યક્તિઓને મેયર,મ્યુનિસિપલ ,કમિશ્નર,સાંસદ,ટ્રાફિક પોલીસકમિશ્નરને લેખિતમાં મૌખિકમાં તેમજ આવેદન સ્વરૂપે રજૂઆત કરવા છતાં
પણ તંત્ર દ્વારા કોઈપણ પગલાં લેવામાં આવતા નથી વીઆઇપી રોડ પર નજીકમાં રાત્રિ બજાર આવેલું છે
સાથે અનેક લોકો ફુલ સ્પીડે ગાડી ચલાવતા હોય છે
ભારી વ્હીકલ પણ પુર ઝડપે હંકારતા હોય છે
નાના નાના બાળકો,મહિલાઓ સાથે સિનિયર સિટીજનોને અકસ્માતનો ભય રહે છે
અનેકવાર રજૂઆતો કરી તંત્ર તાત્કાલિક ધોરણે ધ્યાન આપી સુવિધાઓ પૂરી પાડે
તેવી વડોદરા શહેરના જવાબદાર વ્યક્તિઓને વિનંતી કરવામાં આવી છે.