સેક્ટર 5માં મર્ડરના આરોપીએ સાક્ષીના ઘરે જઇને છરી બતાવી
મર્ડરના ગુનામા સજા ભોગવતો આરોપી જામીન ઉપર બહાર આવ્યો હતો.
ત્યારબાદ કેસમા સાક્ષી બનેલા યુવકના ઘરે જઇને હત્યારાએ ફરીથી તેનુ પોત પ્રકાશ્યુ હતુ
અને હાથમા છરી લઇને સાક્ષીના ઘરે પહોંચી તેના ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવને લઇને સેક્ટર 7 પોલીસ મથકમા ગુનો નોંધાવતા કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ રાજદીપ રમેશભાઇ અમીન (સેક્ટર 5બી. મૂળ દશેલા)એ ફરિયાદ નોંધાવી હતી કે, સેક્ટર 4સીમા રહેતા દિપક મગનભાઇ વાઘેલા સામે સેસન્સ કોર્ટમ કલમ 302 મુજબ કેસ ચાલી રહ્યો છે,
કેસમાં સાક્ષી રહ્યો છુ. આ ગુનામા આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.
જે ગુનેગાર દિપક વાઘેલા જામીન ઉપર રજા લઇને જેલની બહાર આવ્યો છે.
ત્યારે ગત 20 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે ગુનેગાર અમારા ઘરે આવ્યો હતો
અને દારુ પીધેલી હાલતમા છરી લઇને ઘર આગળ આવી કહ્યુ હતુ કે, તુ મારા કેસમા સાક્ષી હતો, પરિણામે મે સજા થઇ છે અને ખર્ચો પણ થયો છે.
તેમ કહીને પરિવારજનોની હાજરીમાં ગાળાગાળી કરી હતી
અને સાક્ષીના નાનાભાઇ તેજસને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ત્યારે સમજાવવાનો પ્રયાસ કરતા ઉશ્કેરાઇ જઇને મારવા પાછળ પડ્યો હતો,
જેમા નીચે પડી જતા માથાના ભાગે ઇજાઓ થઇ હતી.
આ બનાવને લઇને આરોપી દિપક મગનભાઇ વાઘેલા (રહે, સેક્ટર 4સી) સામે સેક્ટર 7 પોલીસ મથકમા ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.