સંતરામપુરમાં ચૂંટણીમાં જોડાયેલા કર્મીઓની કફોડી સ્થિતિ
અધિકારીઓને ગુણવત્તા વગરનું જમવાનું આપતા હોવાનો આક્ષેપ
સંતરામપુર આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં 113 વિધાનસભાની ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓ જમવાની વ્યવસ્થા નો અભાવ
અને સમયસર પણ ચા નાસ્તો આપવામાં આવતો ન હોવાની આક્ષેપ કરી રહ્યા છે
સંતરામપુર આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ચૂંટણીને અનુલક્ષી લઈને મોટી સંખ્યામાં કર્મચારીઓ ફરજ બજાવતા હોય છે
જેમાં પોસ્ટલ મતદાન કરવા માટે કર્મચારીઓ આવતા હોય છે
તાલીમ આપવા વાળા પોલીસ સ્ટાફ સિક્યુરિટી ગાર્ડ અન્ય વિવિધ પ્રકારના ફરજ બજાવતા કર્મચારીઓને સમયસર ચા નાસ્તો અને ગુણવત્તા વગરનું મળતું ન હોવાનું જણાવીને
સવારના બનાવેલા ઠંડા-કોટા જેને ખાવાથી ફ્રુડ પ્રોવિઝન થઈ જાય
એવી પરિસ્થિતિ થવાનું જણાવી રહ્યા છે કેટરિંગ નો ખાનગી કોન્ટ્રાક્ટ રહે દાળ ભાત અને શાક ગોધરાથી બનાવીને મોકલે છે
ફક્ત અહીંયા રોટલી હોવાનું કર્મીઓ જણાવી રહ્યા છે
આવે ઠંડીની અંદર કર્મચારીઓ જ્યારે પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહેલા છે
ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જમવામાં નાસ્તો આપવામાં વેટ ઉતારેલી છે
સરકાર દ્વારા ચા નાસ્તો અને જમવા ના રકમ મોટાપાયે ચૂકવતી હોવા છતાં
એ તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તા અને સ્વાદ વગરનું જમવાનું આપતા હોવાનું ચૂંટણીમાં જોડાયેલા કર્મીઓએ આક્ષેપ કરવામાં આવ્યો છે
રિપોટર: પીંકલ,બારિયા,અમદાવાદ