સંતરામપુર કડાણા તાલુકામાં રોજગારી માટે હિજરત અને જાતિના દાખલા જ મોટી સમસ્યા
સંતરામપુર તાલુકો આદિવાસી વિસ્તાર હોવાથી સંતરામપુર વિધાનસભા સીટ આદિવાસી સીટ જાહેર કરીને ચૂંટણી યોજાઈ છે
સંતરામપુર મત વિસ્તારમાં 2140 00 મતદારો છે
જેમાં સંતરામપુર અને કડાણા તાલુકાના ગામોનો સમાવેશ થયા છે
મતવિસ્તારમાં રોજગારી મેળવવા હિજરતનો અને આદિવાસીના જાતિના દાખલા પર ના મુદ્દા ની ચર્ચાઓ ચૂંટણીમાં વધુ થયા છે
સાથે બેઠકમાં થયેલા વિકાસના કામો અને મુખ્ય પાણીની સમસ્યાઓ ગામડાઓમાં ગામના પાદરે અને ચા ની કીટલીઓ પર ચર્ચા રહી છે
મતવિસ્તારમાં વધુ મતદારો આદિવાસી હોવાથી ચૂંટણીમાં આદિવાસીઓના મત લેવા રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે
પરંતુ ગામડાઓમાં આ વખતે મુદ્દા ના આધારે મતદાન થશે તેમ ગામડાઓના મતદારો જણાવી રહ્યા છે
સુરપુર રસ્તાની માંગણી સંતોષાઈ નથી
સંતરામપુર બેઠકના સુરપુર ગામના વૃદ્ધો અને યુવાનો ગામના વિકાસની ચર્ચાઓમાં આજદિન સુધી 1988 થી પુનાપાડા ફળિયામાં રસ્તા ની માંગણી કરી હતી
મંજુર થયા પછી પણ બનાવવામાં આવતો નથી પાંચ વર્ષે ચૂંટણી આવે ત્યારે નેતાઓ ખોટા વાયદા કરીને જતા રહે છે
નળ સેજલ યોજનાની કનેક્શન આપવામાં આવેલા છે
પરંતુ આજની સુધી ટાંકામાં પાણી પડ્યું જ નથી
માલણપુર જાતિના દાખલા મળતા નથી
માલણપુર ગામે સૌથી વધુ ચૂંટણીમાં ચર્ચા જાતિના દાખલાની થઈ હતી
ગ્રામજનો જણાવી રહ્યા છે કે વર્ષોથી અમે આદિવાસી હોવા છતાં
અમને જાતિ દાખલા આપવામાં આવતા નથી જાતિ દાખલાને લઈને ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો
ગામના મોટાભાગના બીસમાર રસ્તા અને પાણીની સમસ્યાઓ ના નિકાલ આજની સુધી કરવામાં આવ્યું નથી
બાબરોલ બસ સુવિધા ક્યારે મળશે
બાબરોલ ગામે બસ સુવિધા માટેની વર્ષોથી અમારી માંગણી હોવાની ગ્રામજનો એ જણાવીને હજુ સુધી બસની સુવિધા મળી નથી
ગામમાં સિંચાઈના પાણીનો પ્રશ્નને લઈને ખેતીમાં પાક પર અસર ની વાતો કરીને
ગ્રામજનોએ ગામના રસ્તાઓ અને સરકારની મોટાભાગની યોજનાઓ નો લાભ મળ્યો ન હોવાનું
ગામના વૃદ્ધો જણાવીને હિજરત બંધ થયા અને ગામનો વિકાસ થાય તેવી માંગ કરી હતી
ઉખરેલી સ્થાનિક રોજગારી આપો
સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામમાં સિંચાઈનું પાણી અને રોજગારીના અભાવે 40 થી 50% ગામના લોકો પરિવારો બહારગામ રોજગારી માટે હિજરત કરે છે
એક ઘરમાંથી આઠ જણ નો પરિવાર હોય
જેમાંથી છ જણા બહાર રોજગારી માટે જતા હોય છે
ગામમાં રસ્તાઓ અને પાણીના મુદ્દે ગ્રામજનો ચોરે બેસીને ચર્ચાઓ કરતા બીડીના કસ લગાવી રહ્યા છે
સીમલ પાણીની સમસ્યા ઉકેલો
સીમલ ગામે વર્ષો પછી આઝાદી પછી કાળકા માતાના મંદિરે જવા માટે ડુંગરા તોડીને નવો રસ્તો બનાવતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી
પણ ગામમાં સિંચાઈના પાણીની ચિંતા ગામવાસીઓને સતાવી રહી છે
ગામમાં રસ્તાઓ અને પીવાના પાણીની સમસ્યાઓની ચર્ચાઓ ગામના વૃદ્ધો અને યુવાનો કરી રહ્યા હતા
ટીમલા રસ્તા થયા પણ પાણી ક્યારે
ટીમલા ગામના યુવાનોને વિકાસની વાત કરતા ગામમાં આંગણવાડી સ્મશાન અને રસ્તાઓની સુવિધા ના વખાણ કર્યા હતા
પણ ગામમાં રોજગારી માટે અન્ય શહેરોમાં જવાનો મુદ્દો અને ગામમાં સૌથી મોટો પ્રશ્ન પાણીનો હોવાથી તેની રજૂઆત કરવા છતાં
ગામમાં પાણીનો પ્રશ્ન ઉનાળા વિકટ બનતાં નિરાકરણ થયા
તો ગામ ગોકુળ ગામ બને તેવી ચર્ચાઓ ચાની લારી પર ગ્રામજનોએ કરી હતી
સગવડિયા કેરોસીન ની માંગ સંતોષાશે
ગામના આગેવાનો ગામના વિકાસનો સંતોષ વ્યક્ત કર્યો હતો
સરકાર દ્વારા ઉજવલા યોજના ગેસની બોટલ આપવામાં આવેલી
પરંતુ 1100 રૂપિયા હોવાના કારણે મોટાભાગના ગ્રામજનો એ બોટલ ભરાવતા નથી
જેથી ગ્રામજનો એ કેરોસીન મળે તેવી માંગણી છે
સાથે ગામમાંથી રોજગારી માટે બહાર યુવાનો જવું પડે છે
તેવી ચર્ચાઓ ગ્રામજનો એ કરી હતી
ખેડાપા સસ્તા અનાજની દુકાન આપો
ખેડાપા ગામના ગ્રામજનોએ પાંચ કિલોમીટર દૂર જઈને સસ્તા અનાજની દુકાને અનાજ લેવા જવું પડતું હોય છે
અમારી ગામમાંથી સસ્તા ની દુકાન નાખવામાં આવે તેવી વર્ષોથી માંગ કરી રહ્યા છે
પણ દુકાનનો પ્રશ્ન હલ થતો નથી ગામના મોટાભાગના પરિવારના સભ્યો રોજગારી માટે બહાર જાય છે
ગામમાં વિકાસ મહદંશે દિવસે થયો હોવાની ચર્ચાઓથી જાણવા મળ્યું