નડિયાદમાં તારે સુખેથી રહેવું હોય તો પિયરથી 10 લાખ લઇ આવ

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બારડોલી બારીયાની દિકરી ઉં.વ.25ના લગ્ન તા.5 જૂન 2016ના રોજ કઠલાલના ડોડીયાકૂઇમાં રહેતા રાકેશ સાથે થયા હતા.
લગ્નબાદ તેઓ સાસરીમાં સસરા તખતસિંહ, સાસુ પ્રેમિલાબેન, જેઠ વિક્રમસિંહ, જેઠાણી આશાબેન સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા.
લગ્નના એક વર્ષ બાદ સાસુ અને જેઠાણી ઘરના કામકાજ બાબતે ઝઘડો કરી મારઝુડ કરતા હતા.
એક દિવસ પતિ રાકેશે જમવા બનાવવા બાબતે ગડદાપાટુનો મારમાર્યો હતો.
વળી પતિ કહેતા કે તુ લગ્ન વખતે કંઇ લાવેલ નથી જો તારે મારી સાથે સુખીથી રહેવુ હોય તો તારા પિતાના ઘરેથી 10 લાખ લઇ આવજે જણાવ્યુ હતુ.
15મીના રોજ ફરીથી પૈસા બાબતે કહેતા પરિણીતાએ ના પાડતા ગડદાપાટુનો મારમાર્યો હતો.
પરિણીતાની ફરિયાદના આધારે કઠલાલ પોલીસે આશાબેન, વિક્રમસિંહ, પ્રેમિલાબેન, તખતસિંહ, રાકેશ સામે ગુનો નોંધ્યો છે.