ગરબાડાના પાટિયામાં એક ખેડૂતે પોતાના જ ખેતરમાં ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી, કારણ અકબંધ
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટીયા ગામે એક 60 વર્ષીય વૃધ્ધે આત્મહત્યા કરી લીધી હતી.
અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતાં ચકચાર મચી જવા પામી હતી.
સવારના 5 વાગ્યાથી ગુમ થઈ ગયા હતા
ગરબાડા તાલુકાના પાટીયા ગામે સવારના સમયે દાદુર ગામના પરમાર ફળિયામાં રહેતા 60 વર્ષીય માનસિંગભાઈ દિતાભાઈ પરમારની પાટિયા ગામે આવેલા ખેતરમાં મહુડીના ઝાડ નીચે લટકેલી હાલતમાં લાશ મળી આવી હતી.
માનસિંહભાઈ સવારના 5 વાગ્યાના સમયે ઘરે ના મળતા પરિવારજનો દ્વારા તેમના પાટીયા ગામના ખેતર તપાસ કરતા માનસિંગ ભાઈ ખેતરમાં મહુડીના ઝાડ નીચે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.
આત્મહત્યા કરવાનું કારણ અકબંધ
ત્યારબાદ ગરબાડા પોલીસને આ બાબતને જાણ કરાતા ગરબાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજાે મેળવી અને પોસ્ટમોર્ટમ અર્થે નવા ફળિયા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી.
જાેકે માનસિંગભાઈ દ્વારા શા માટે આ રીતનું પગલું ભરવામાં આવ્યું છે
તે બાબત તપાસનો વિષય બની છે.
ગરબાડા પોલીસ દ્વારા ઘટના સંદર્ભે અકસ્માતે મોતના કાગળો કરી વધુ તપાસ હાથ ધરી હતી.