મજુરી કામ માટે બાળમજૂરોને બહારના રાજ્યમાંથી લાવીને મજૂરી કરાવવાનું ચાલતું કૌભાંડ
આણંદ શહેરમાં ચાલતું બાળમજૂરીનું દુષણ
ઓછા પગારે વધુ કામ કરાવવાની હોટેલ માલિકો અને નાની મોટી કંપનીઓની નીતિના પગલે બાળપણ બન્યું અંધકારમય
આણંદ જિલ્લામાં ઓછા પગારે વધુ કામ કરાવવાની હોટેલ માલિકો અને નાની કંપનીઓની નીતિના પગલે કેટલાક પર પ્રાંતિય દલાલ સંકો દ્વારા
અન્ય રાજ્યોમાંથી બાળમજૂરોને આણંદ જિલ્લામાં લાવી મજૂરી કામ કરાવતા હોવાનું કૌભાંડ ચાલી રહ્યું છે
ત્યારે આણંદ તારાપુર હાઇવે ની ચાલતી ઘણી હોટલો અને અન્ય જગ્યાઓએ બાળમજૂરો પાસે જોખમી કામ કરાવતા હોય છે
ત્યારે તારાપુર વટામણ હાઇવે બલદેવ હોટલમાંશ્રમ અધિકારી સહિતની ટીમે દરોડા પાડી બાળમજૂરોને મુક્ત કરાવ્યા હતા.
આણંદ જિલ્લાના ખૂણે ખૂણે ચાલતા અનેક નાની મોટી હોટલ ઉદ્યોગ ધંધામાં બાળમજૂરો પાસે કાળી મજૂરી કરાવી
ઓછું વેતન ચૂકવીશોષણ કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે
ત્યારે અનેક વિસ્તારમાં બહારના રાજ્યમાંથી 18 વર્ષની ઓછી ઉંમરના બાળમજૂરોને લાવી તેની પાસે જોખમી કામ કરાવી ઓછું વેતન ચૂકવવામાં આવતું હોય
જેના પગલે ધ ચાઈલ્ડ લેબર પ્રોહીબીશન એન્ડ રેગ્યુલેશન એક્ટર 1986 ની કલમ 3 એ મુજબ હેઠળ હોટલો અને કારખાને દારૂ સામે કાર્યવાહી ભૂતકાળમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે
કાયદામાં 2016 માં સુધારો આવ્યો હોય જેથી અધિકારીઓ દ્વારા લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટ 2016 ની કલમ 3 એ મુજબ જોખમી પ્રક્રિયામાં તરુણ શ્રમયોગી ના કામ કરવા પર પ્રતિબંધ હોવા છતાં
હોટલો અને કારખાને દારો દ્વારા આવી પ્રક્રિયા કરવામાં આવતી હોય
તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બાળમજૂરીમાંથી મુક્ત કરાયેલા બાળકોને તેના વાલીને સોંપવામાં આવે છે
લેબર પ્રોહીબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટરનો ભંગ કરનાર સામે એક વર્ષની સજા અને 50000 સુધીના દંડની જોગવાઈ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસે કામ કરાવવું તે કાયદાકીય ગેર વ્યાજબી ગણવામાં આવે છે
રિપોટર: પીંકલ,બારિયા,અમદાવાદ