ધરપકડ. ખોટું સોગંદનામુ કરીને જમીન પચાવી પાડનારને ચાર વર્ષની કેદ
ખંભાત તાલુકાના વાસણા ગામના ચોરાવાળા ફળિયામાં રમેશભાઈ જેઠાભાઈ પટેલ રહે છે
તેમણે વર્ષ 2006 માં મૃત્યુ પામેલા સોમાભાઈ રણછોડભાઈ પટેલની સહી કરી પોતે સોમાભાઈ રણછોડભાઈ પટેલ છે
તેવું સોગંદનામુ તૈયાર કરી તેમાં પોતાનો ફોટો ચોટાડ્યો હતો. વધુમાં 17મી જુલાઈ 2015 ના રોજ પરિમલભાઈ શંકરભાઈ પટેલ નોકરી રૂબરૂ સોગંદનામુ કરાવ્યું હતું.
ત્યારબાદ પેટલાદ નગરપાલિકામાં તે રજૂ કરી તેમના જન્મનો દાખલો મેળવી
તેમની જમીન પચાવી પાડવાનો કારશો કરવામાં આવ્યો હતો
આ ઉપરાંત તેમણે મંજુલાબેન પટેલ અભણ હોવા છતાં સોગંદ નામમાં માધ્યમની સહી કરાવી હતી
તેને આધારે તેમણે પેટલાદ પાલિકામાંથી સોમાભાઈ નો જન્મ દાખલો મેળવી સરવે નંબર 362 વાળી જમીન પોતાના નામે કરાવવા ખંભાતની મામલતદાર કચેરીમાં રજૂ કર્યો હતો
વર્ષ 2006માં મૃત્યુ પામનાર સોમાભાઈ પટેલ ના દીકરા સંજયને આ ઘટનાની જાણ થતા
તેમણે પોલીસ સ્ટેશનમાં રમેશ પટેલ વિરુદ્ધ બનાવટી દસ્તાવેજ છેતરપિંડી ની ફરિયાદ નોંધાતા
કોર્ટે આરોપીને ચાર વર્ષની જેલ અને 25,000 નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ફટ કરી છે
રિપોટર: પીંકલ,બારિયા,અમદાવાદ