વડોદરામાં આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે તિરંગા થીમ પર ગરબા રમતું 12 સભ્યોનું ગ્રુપ

વડોદરા શહેરના શિયાબાગ કુંભારવાડામાં રહેતા જયંતિભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અમારું 12 લોકોનું ગ્રુપ છે.
છેલ્લા 9 વર્ષથી અમે બધા સાથે જ ગરબા રમીએ છીએ. ગ્રુપમાં મારી પત્ની, દીકરી, ભત્રીજા અને પોળના યુવાનો છે.
આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે અમે તિરંગાની થીમ પર પહેરવેશ પસંદ કર્યો છે.
અગાઉ નવરાત્રીમાં ભારતના જાંબાઝ ફાયટર અભિનંદનનો વેશ ધારણ કરી ગરબા રમ્યા હતા.
આ સિવાય આખું ગ્રુપ આર્મીમેનના વેશમાં પણ ગરબા રમી ચુક્યું છે. અમે દર વર્ષે નવી થીમ પસંદ કરી ગરબા કરીએ છીએ.
સામાજીક સેવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જયંતિભાઇએ કહ્યું હતું કે, આ વર્ષે અમે માટીના બનેલા ચકલીના 500 માળાનું મફત વિતરણ કર્યું હતું.
આ સિવાય પાણીના કુંડાનું પણ ઉનાળામાં વિતરણ કર્યું હતું.
ગ્રુપના સભ્યોના નામ જ્યંતિભાઇ પ્રજાપતિ, રેખા પ્રજાપતિ, ધાર્મિક પ્રજાપતિ, તૃષ્ણા પ્રજાપતિ, કૃષ્ણા પ્રજાપતિ, ધ્રૃવ પ્રજાપતિ, અક્ષય પ્રજાપતિ, ભાર્ગવ પટણી, દેવપ્રજાપતિ, અવિનાશ પ્રજાપતિ, હેત્વી પ્રજાપતિ.