મહિસાગરના વધુ એક ટ્રાયબલ તાલુકા સંતરામપુરમાં મંત્રી કુબેરભાઈ ડીંડોરના હસ્તે પોષણસુધા યોજનાની શરૂઆત

પ્રતીકાત્મક તસવીર:મહિસાગરના વધુ એક ટ્રાયબલ તાલુકા સંતરામપુરમાં મંત્રી કુબેરભાઈ ડીંડોરના હસ્તે પોષણસુધા યોજનાની શરૂઆત

મહિસાગરના વધુ એક ટ્રાયબલ તાલુકા સંતરામપુરમાં મંત્રી કુબેરભાઈ ડીંડોરના હસ્તે પોષણસુધા યોજનાની શરૂઆત

પ્રતીકાત્મક તસવીર:મહિસાગરના વધુ એક ટ્રાયબલ તાલુકા સંતરામપુરમાં મંત્રી કુબેરભાઈ ડીંડોરના હસ્તે પોષણસુધા યોજનાની શરૂઆત
પ્રતીકાત્મક તસવીર:મહિસાગરના વધુ એક ટ્રાયબલ તાલુકા સંતરામપુરમાં મંત્રી કુબેરભાઈ ડીંડોરના હસ્તે પોષણસુધા યોજનાની શરૂઆત

 

 

મહીસાગર જિલ્લામાં પોષણસુધા યોજનાનો સુભારંભ કાર્યક્રમ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને સંતરામપુર નગરપાલિકા કોમ્યુનીટી હોલ ખાતે યોજાયો હતો.

ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં આદિજાતિ વિસ્તારના 10 તાલુકાઓમાં સગર્ભા માતાઓને પૂરક પોષણ આપતી પોષણ સુધા યોજના અમલમાં છે.

જેનો વ્યાપ વધારી આદિજાતિ વસતિનું બાહુલ્ય ધરાવતા 72 તાલુકાઓમાં આ યોજના વિસ્તારવાની અને પ્રતિ વ્યકિત થતા ખર્ચમાં 50 ટકા જેટલો વધારો કરવામાં આવશે.

મહીસાગર જીલ્લામાં પોષણ સુધા કાર્યક્રમ હેઠળ કડાણા તાલુકામાં સગર્ભા અને ધાત્રીમાતાઓના પોષણ સ્તરમાં સુધારો આવે તે હેતુથી કુલ-2174 સગર્ભા અને ધાત્રી માતાઓને દિવસમાં એકવાર પોષણયુક્ત ભોજન આપવામાં આવે છે.

તેમજ હાલમાં ગુજરાત સરકારશ્રી દ્વારા મહીસાગર જીલ્લામાં વધુ એક ટ્રાયબલ તાલુકો સંતરામપુરમાં પોષણ સુધા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતુ કે, મહિલાઓ આત્મનિર્ભર બની પગભર બને તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં છે.
મહીસાગર જીલ્લામાં 1316 આંગણવાડી કેન્દ્રોમાં સંકલિત બાળ વિકાસ યોજનાના માધ્યમથી આંગણવાડીઓમાં નોંધાયેલા 06 માસથી 03 વર્ષના બાળકો, કિશોરીઓ સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને ટેક હોમ રેશન આપી પૂરક પોષણ દ્વારા તેમની તંદુરસ્તી જળવાઈ રહે
તે હેતુથી મહીસાગર જિલ્લામાં 1316 આંગણવાડી કાર્યકર બહેનો દ્રારા 6 માસથી 3 વર્ષના બાળકો કુલ- 40984 અને કુલ 15320 સગર્ભા બહેનો ધાત્રી માતાઓ અને કુલ-30, 343 કિશોરીઓને જેવા તમામ આંગણવાડીના લાભાર્થીઓને પોષણ સમતુલા જાળવી રાખવા આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા લાભાર્થીઓને બાલશક્તિ, માતૃશક્તિ અને પુર્ણાશક્તિ ટેક હોમ રેશન પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.
તેમજ 3થી 6 વર્ષના કુલ:- 36758 બાળકોને આંગણવાડી કેન્દ્રોમાં બે ટાઈમ ગરમ નાસ્તો આપવામાં આવે છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોરે જણાવ્યું હતું કે, આંગણવાડી કેન્દ્રોમાંથી આપવામાં આવતા ટીએચઆરમાંથી બાલશકિત, માતૃશકિત, પૂર્ણાશકિત, ટેક હોમ રાશન જેવા વિવિધ પેકેટસ કે જેમાંથી વિવિધ વાનગીઓ બને છે.
જે બાળકો સગર્ભા ધાત્રી માતાઓ અને કિશોરીઓને આપીને તેઓના આરોગ્યની કાળજી રાખવામાં આવી રહી છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી કે ડી લાખાણીએ આઈ સી ડી એસ વિભાગની વિવિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે આઈ સી ડી એસ ઓફીસર શિલ્પાબેન ડામોરે સ્વાગત પ્રવચન કર્યું હતું
અને સી ડી પી ઓ સંતરામપુરએ આભારવિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં કલેક્ટર ડો. મનિષકુમાર,તાલુકા પંચાયત પ્રમુખ શારદાબેન પટેલિયા, સંતરામપુર, મામલતદાર સંગાડા, ચીફ ઑફિસર સહિત મોટી સંખ્યામાં આંગણવાડીના બહેનો ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp