તમારો જવાબ આપવા માટે બંધાયેલો નથી વોટ આપવો હોય તો આપો નહીં તો કાંઈ નહીં!
ખેડબ્રહ્મા ના ભાજપ ના ઉમેદવાર કોટ વાલે મતદારને પરખાવી દેતા સૌ સ્તબ્ધ
એક તો બંને પક્ષે નારાજગી અને તેમાં આવા ઘમંડી જવાબથી જીત માટે ઊભો થયો પડકાર. !
વિધાનસભાની ચૂંટણીનો માહોલ ઘરમાં એ રહ્યો છે
અને હવે રાજ્યમાં ઠેર ઠેર રાજકીય પાર્ટીઓના પ્રચારની કવાયત જોવા મળી રહી છે
બધા જ જાહેર થયેલ ઉમેદવારો વિસ્તારોમાં પ્રચારમાં ફરી રહ્યા છે
જેમાં ખેડબ્રહ્મા બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઈ ગયા બાદ ભાજપ એ તેમને ખેડબ્રહ્માની ટિકિટ પણ આપી દીધી હોય પ્રચારને વેગીલો બનાવ્યો છે
ત્યારે વિજયનગર તાલુકામાં જોરાવરનગર ગામે પ્રચાર દરમિયાન સ્થાનિક શખ્સો પ્રજાલક્ષી કે વિકાસના કોઈ કામો ગામોમાં કેમ થયા નથી
એવો પ્રશ્ન પૂછતા કોટવાલ અકળાયા હતા અને પ્રશ્ન પૂછનાર મતદારને કોટવાલ એ કહ્યું હતું
કે હું તેમને જવાબ આપવા બંધાયેલો નથી વોટ આપવો હોય તો આપો નહીં તો કાંઈ નહીં
તેમના આ જવાબથી ઉપસ્થિત સૌ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા આ વાત પ્રસરતા ભાજપ માટે ચૂંટણીના મત માગવા અને જીતવા મુદ્દે પ્રશ્નાર્થ ઉભો થઈ જવા પામ્યો છે
આ અંગેની વિગત એવી છે કે કોંગ્રેસની પરંપરાગત બેઠક ગણાતી ખેડબ્રહ્મા બેઠક પર છેલ્લા ત્રણ ટર્મથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે અશ્વિન કોટ વાલે જીત મેળવી
વિધાનસભામાં સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરતા હતા અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાતા સ્થાનિક કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો.
દરમિયાન અશ્વિન કોટવાલ વિજયનગર તાલુકાના જોરાવરનગર ગામમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા
ત્યારે કેટલાક નારાજ ગ્રામ જન્યો રોડ રસ્તા સામાજિક રાજકીય મુદ્દાઓની ચર્ચા કરી અશ્વિન કોટવાલ સામે નારાજગી વ્યક્ત કરી પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા.
જે દરમિયાન ઉમેદવાર અશ્વિન કોટવાલ તથા તેમના સમર્થકોએ નારાજ મતદારોને મનાવવા માટેનો પણ પ્રયાસ કર્યો હતો.
જોકે સ્થાનિક ગ્રામજનો નો વિરોધ જોઈ ભાજપના ઉમેદવાર અશ્વિન કોટવાલ તથા તેમના ટેકેદારો એક ચૂંટણી પ્રચાર પૂર્ણ કરી
ઝડપથી અન્ય ગામમાં જવા આગળ વધી ગયા હતા અને ઉલ્લેખનીય છે કે ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ સ્વ અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને ટિકિટ આપી મેદાનમાં ઉતારી દીધા છે
ત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાઠીઓ જંગ ખેલાઈ રહ્યો છે
આદિવાસી વસ્તી ધરાવતી ખેડબ્રહ્મા અનામત બેઠક પરથી મોટાભાગે કોંગ્રેસના ઉમેદવારની જીત થાય છે
ત્યારે ભાજપનો ભગવો ખેસ પહેરી પ્રચાર કરતા અશ્વિન કોટવાલની જીત થશે કે હાર તે તો ચૂંટણીમાં મતદાન અને પરિણામ બાદ જ જાણી શકાશે