કાંકરેજ ૧૫ વિધાનસભાના અપક્ષના ઉમેદવારને ઠેરઠેર આવકાર…..
ગુજરાતમાં જેમ જેમ વાતાવરણમાં ઠંડીનો માહોલ જામી રહ્યો છે
તેમ તેમ વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકીય ગરમાવો પણ મજબૂત પક્કડ પકડી રહ્યો છે….
જેમાં હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે
ત્યારે દરેક રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે.
ત્યારે કાંકરેજ વિધાનસભાના અપક્ષના ઉમેદવાર મેરૂજી કોતરવાડિયા પણ સમર્થકો સાથે જોર શોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
કાંકરેજ વિધાનસભાના અપક્ષના ઉમેદવાર મેરૂજી કોતરવાડિયા ને વિધાનસભાના ગ્રામીણ વિસ્તારોમાં ઠેરઠેર અપક્ષના ઉમેદવારને સમર્થન મળી રહ્યું છે
ખાસ કરીને વાત કરવામાં આવે તો અપક્ષના ઉમેદવારને અઢારે આલમનું સમર્થન મળી રહ્યું છે
અને અપક્ષ ઉમેદવાર વધુ લીડ થી જીત થાશે તેવી આશા વ્યકત કરી છે…..