શહેરા તાલુકાની અંદર સસ્તા અનાજની દુકાનોમાં દુકાનદારોની ચાલતી ભ્રષ્ટાચાર નીતિના લીધે લોકો થયા પરેશાન
શહેરા તાલુકાની અંદર ટોટલ 95 સસ્તા અનાજની દુકાનો આવેલી છે
તે તમામની અંદર કોરોના કાળના વિપરીત સમયથી લઈને હમણાં સુધી સરકાર શ્રી ના યોજના મુજબ ગરીબ જનતાને રાહત દરે અનાજ પૂરું મળે
તે હેતુથી સરકારે ગરીબ જનતાને એક મહિનાનું જે અનાજ મળે તેને ડબલ કરી દીધું
અને તે પણ તદ્દન મફતમાં પરંતુ સરકારને ક્યાં ખબર છે
કે તેમની આ વરદાનરૂ યોજનાને આવા દુકાનદારો લાંચન લગાડતા હોય છે
અને આ ગરીબ જનતાનું અનાજ દર મહિને બે નંબરીયાઓને આપી દેતા હોય છે
અને ગરીબ જનતાને અનાજ ઓછું આવ્યું અને અનાજ પૂરું થઈ ગયું
જેવી પાયા વિહોણા વાતો કરીને લોલીપોપ આપી દેતા હોય છે
અને ખાસ કરીને શહેરા તાલુકા ની અંદર પહેલા પણ મોટા પ્રમાણમાં અનાજ ગોડાઉન ની અંદર એક મોટો ભ્રષ્ટાચાર પકડાયો હતો
અને તેની પછી પણ આ ભ્રષ્ટાચાર થવાનું નામ નથી લેતું
અને જ્યારે લોકો ચર્ચા કરતા હોય અનાજના ગોડાઉનની અને ગોડાઉન મેનેજરનું વલણ ના આવે તો વાત જશું લોકમુખી એવી ચર્ચાઓ પણ થાય છે
કે ગોડાઉન ની અંદર દારૂ પાર્ટી માણવામાં આવતી હોય છે
અને ગોડાઉન મેનેજર શ્રી તો જ્યારે પણ જોઈએ તો ઓવરલોડિંગ જ હોય છે
તો આવી જ રીતે જો મેનેજર લોડમાં હોય તો ભ્રષ્ટાચાર તો થવાનો જ અને આના લીધે દર મહિને ગોડાઉન અને શહેરાની સસ્તા અનાજની શાખા 1 2 3 4 માં બે નંબરીયાઓની અનાજ ભરેલી ગાડીઓ જોવા મળતી હોય છે
અને આ તમામ ગાડીઓ શહેરની જે અનાજની મસ્ત મોટી મિલો આવેલી છે
જે વાઘજીપુર ચોકડી અને હાઈસ્કૂલની બાજુમાં આવેલી છે
તે તમામની અંદર આ ગાડીઓ અનાજ ખાલી કરતી નજરે પડે છે
અને આવા અનાજના મિલોના માલિકોને જાણે કોઈ પણ અધિકારી કે તંત્રની બીક જ નથી
શું આના અંદર તંત્રની મિલીભગત હોઈ શકે
અને જાણે દર મહિને આવવા અધિકારીઓના ખિસ્સા પણ ગરમ થતા હોય એવું પ્રતીત થાય છે
શું આ અહેવાલ જોયા પછી કોઈપણ જાતની તપાસ કરવા માટે કોઈપણ પ્રકારનો એક્શન લેવામાં આવશે તો ખરો એ તો જોવાનું રહ્યું