આમ આદમી પાર્ટીના ઉમેદવાર મુકેશ ઠક્કર ના જન્મ દિવસ નિમિતે ભોજન પ્રસાદ નું આયોજન
કાંકરેજ તાલુકાના ઉંબરી મેલડી ફાર્મ હાઉસ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર મુકેશ ઠક્કર ના જન્મ દિવસ નિમિતે ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં ૧૦૦ જેટલા યુવાન કાર્યકરો જોડાયા આમ આદમી પાર્ટીમાં…..
પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ ૧૫ વિધાનસભા બેઠક ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર મુકેશ ઠક્કર ના જન્મ દિવસ નિમિતે શુભેચ્છા
સાથે ભોજન સમારંભ યોજાયો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ
તો કાંકરેજ તાલુકાના ખોડા ગામના હસમુખ મકવાણાએ કોંગ્રેસ પક્ષના મહામંત્રી હતા
ત્યારે હવે છેડો ફાડીને આમ આદમી પાર્ટી માં જોડાયા. પોતાના ૫૦ કાર્યકરો સાથે જોડાયા.
જોકે ખસા ગામના વિરમાભાઈ રાજાભાઈ પણ પોતાના ૭ લોકો સાથે જોડાયા.
નોણટા.ગામના ૧૦ જોડાયા ,રવિયાણા ગામના ૨૦ યુવા કાર્યકરો જોડાયા યુવાનોએ ઉમળકાભેર ભાગ લીધો હતો
અને આમ આદમી પાર્ટી માં ૧૦૦ જેટલા લોકો જોડાયા હતા
ત્યારે હવે હજુ સુધી કોઈ મોટી સભાઓ યોજી નથી
પરંતુ હવે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર હતી
જેમાં કાંકરેજ તાલુકા માં આમ આદમી પાર્ટી એ એન્ટ્રી કરતાં
જ ત્રિપાંખિયો જંગ જામશે અને કાંકરેજ માં પરિવર્તન લાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે
ત્યારે હવે જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે ત્યારે રાજકીય ક્ષેત્રે ગરમાવો વ્યાપી ગયો છે…