મહેસાણા જિલ્લાના બહુચરાજી મંદિરમાં શ્રાપના નામે પૈસાની માંગણી કરતી ટોળકી સામે કાર્યવાહી ક્યારે્?
આ ટોળકી યાત્રાધામ બહુચરાજી નું નામ ખરાબ કરી રહી છે
તેમ છતાં કાર્યવાહી ના નામે શૂન્ય
આ મંદિર પરિસરમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલનું tiktok વિડીયો વાયરલ થયો ત્યારે ઉચ્ચ કક્ષાના અધિકારી દ્વારા મહિલા કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી
તો એ જ પરિસરમાં થતી લૂંટ બાબતે કેમ બધા અધિકારી ચૂપ બનાસકાંઠાનો એક પરિવારમાં બહુચરના ધામમાં પોતાના દીકરાની બાધા પૂર્ણ કરવા પહોંચ્યો હતો
તેવામાં લૂંટારી ટોળકી પણ જાણે સક્રિય હોય તેમ પહેલા તો આ પરિવાર પાસેથી પૈસા પડાવ્યા હતા
અને ત્યારબાદ વધુ પૈસા માટે આ પરિવારને શ્રાપનાના નામે ડરાવવા ધમકાવવા લાગ્યા હતા
તેને લઈ બહુચરાજી પોલીસ મથકે લેખિતમાં જાણ કરાઈ હતી
અમીર મીડિયમ વર્ગ તો બરાબર પણ બાધા લઈને આવતા ગરીબ લોકોનું શું
આ ટોળકી ગરીબ માણસને પણ નથી છોડતી બસ ફક્ત અને ફક્ત આ ટોળકીને પૈસા જ દેખાય છે
ફસાયેલો ગરીબ માણસ જાય તો આખરે પોતાનું ખિસ્સું ખાલી કરી આ લોકોના પેટ ભરતો જાય છે
એક વર્ષ અગાઉ પણ આ જ પરિવારના બાળકની બાધા પૂર્ણ કરવા આવ્યા હતા.
તે સમયે પણ આ ટોળકીને રૂપિયા 12,000 અર્પણ કરવા પડ્યા હતા.
મંદિરના વહીવટ કરતા માટે પણ આ ઘટના એક શરમજનક કહેવાય દૂર દૂરથી યાત્રિકો માં બહુચરના દર્શનાથી આવતા હોય છે
જ્યારે ગેટ એન્ટ્રી કરી માં બહુચરના દર્શન કરી પોતાની નસીબદાર માનતા હોય છે
અને આ ટોળકી પૈસા ખંખેરી લે ત્યારે નારાજ થઈ માણસ ઘરે જાય તે કેટલું યોગ્ય કહેવાય
હવે એ જવું રહ્યું કે આ લૂંટારી ટોળકી સામે મંદિરના અધિકારી તેમજ સ્થાનિક પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે
શું આ લૂંટારી ટોળકી આવનારા સમયમાં નજરે પડશે કે પછી જેમ ચાલે છે
તેમ ચાલુ જ રહેશે એ તો હવે આવનારો સમય જ બતાવશે