સંતરામપુર સિવિલ કોર્ટ ખાતે કાનુની શિક્ષણ શિબિર નું આયોજનકરવામાં આવ્યું હતું.
મહીસાગર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ લુણાવાડા ના માર્ગદર્શન હેઠળ સંતરામપુર તાલુકા કાનુની સેવા સમિતિના અધયક્ષ પ્રિન્સિપાલ સિનીયર સિવિલ જજ ને એડીશનલ સિનીયર સીવીલ જજ સંતરામપુર ની ઉપસ્થિતિ માં લીગલ ડે ની ઉજવણી નિમિત્તે સંતરામપુર સિવિલ કોર્ટ ખાતે કાનુની શિક્ષણ શિબિર નું આયોજનકરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ જનસમુહ ને લિગલ ડે ની ઉજવણી સંદર્ભ માં અને વિવિધ કાયદાની તેમજ કાનુની સેવા સમિતિ દ્વારા મળતાં લાભ સબંધ ની વિસ્તૃત જાણકારી જજશ્રીઓ એ આપેલ હતી.