અમરેલી : બાબરકોટ ગામના પાયાનું ઘડતર એટલે “ભણતર”

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે બાબરકોટ ગામ સમસ્ત આયોજિત અને બાબરકોટ ગ્રામ પંચાયત તથા
વિવિધતામાં એકતા ગ્રુપ બાબરકોટ દ્વારા ગામના શિક્ષીત તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું…
બાબરકોટ ગામે દર વર્ષે નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વિવિધતામાં એકતા ગ્રુપ અને બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા વિધાર્થીઓનું સન્માન કરવા આવે છે.
આ વર્ષે બાબરકોટ ગામ સમસ્ત આયોજન કરવામાં આવ્યું .
જેમાં ગામના તમામ કક્ષાએ અભ્યાસ કરતા વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવે છે.
જેમાં ધોરણ એક થી ધોરણ બાર સુધીના તમામ વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા..
તેમજ કોલેજ, ડિપ્લોમા, ડીગ્રી, નર્સિંગ, બી.એસ.સી. , આઈ.ટી.આઈ. , સાયન્સ, તદુપરાંત રામાપીર મંડળ દ્વારા વ્યાસન મુક્તિને ધ્યાન આખ્યાન રમતા ગામના તમામ લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગામના વિવિધ વિભાગોમાં સેવા આપી રહેલા ગામના નાગરિકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
બાબરકોટ ગામના આ કાર્યક્રમની વિશેષતા એ છે કે બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા ગામના ધોરણ દસ માં એસ.એસ.સી. બોર્ડમાં ૭૦ ટકા થી વધારે માર્ક્સ મેળવનાર ગામના તમામ વિધાર્થીઓને(પાંચ હજાર રૂપિયા) ઇનામ આપી દર વર્ષે સન્માનિત કરવામાં આવે છે…
આ વર્ષે બાબરકોટ ગામના ધોરણ દસ માં કુલ બાવીસ વિધાર્થીઓએ ૭૦% વધુ માર્ક્સ મેળવ્યા હતા.
તે તમામ વિધાર્થીઓને બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા પાંચ હજારનું રોકડ રકમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિવિધ વિભાગોમાં સફળતા મેળવનાર ગામના કુલ પાંચ સો આસપાસ વિધાર્થીઓને આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિધાર્થી સન્માન સમારોહમાં બાબરકોટ ગામના આશરે પાચ હજાર થી વધુ લોકોએ હાજરી આપી હતી.
સન્માન સમારોહ નું સંચાલન શ્રી બાબરકોટ પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી દિનેશભાઇ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.
તેમની સાથે સરપંચશ્રી અનકભાઈ છનાભાઈ સાંખટ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું…
જેમાં સરપંચશ્રી દ્વારા જણાવ્યું હતું કે જીવનનું ચણતર એટલે ભણતર છે.
તેમજ ગામના પાયાનું ઘડતર એટલે ભણતર છે.
ભણતર દ્વારા ગામનો સર્વાંગી વિકાસ કરી સકાય છે.
સન્માન સમારોહ ની સાથે ગામના નાની બાળાઓ દ્વારા રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું…
જેમાં ગામની સો (૧૦૦) થી વધારે બાળાઓ જોડાઈ હતી.