સંતરામપુર પાલિકાના સફાઈ કમી ખુલ્લા પ્લોટ માં કચરો ઠાલવતા પશુઓ માટે જોખમી
પ્લોટમાં કચરો ના ઠલવાય તે માટે સ્થાનિક રહીશો દ્વારા માંગ કરાઈ
સંતરામપુર નગરપાલિકાના સફાઈ કામદાર દ્વારા સફાઈ દરમિયાન એકત્ર થયેલ કચરો નગરની સરદાર નગર સોસાયટીના ખુલ્લા પ્લોટ માં ઠાલવવામાં આવે છે
જેમાં દરેક પ્રકારનો કચરો ઠાલવવાથી દુર્ગંધ પણ ફેલાતી હોય છે
જે આરોગ્ય માટે પણ હાનિકારક બની શકે છે
કચરામાં સૌથી વધારે પ્લાસ્ટિકના ઝભલાઓ પણ જોવા મળી રહ્યા છે
આ અંગે સ્થાનિક રહીશો દ્વારા પાલિકાના ચીફ ઓફિસર અને સફાઈ કામદારને રજૂઆત કરવા છતાં
એ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી કચરાના ઢગલામાં નગરના રખડતા પશુઓ કાંઈક ખાવા મળવાની આશાથી મો મારતા હોય છે
જેમાં તેઓ પ્લાસ્ટિકની થેલીઓ પણ ખાઈ જતા હોય છે
જે ખાધા બાદ કેટલાક પશુઓની તબિયત પણ બગડતી જોવા મળી રહેલી હોય છે
વહેલી તકે આ ખુલ્લા પ્લોટમાં કચરો ના ઠલવાય તે માટે સ્થાનિક રહીશોની માંગ ઉઠી છે
સંતરામપુરના ખુલ્લા પ્લોટ માં કચરો ઠાલવતા પશુઓ માટે જોખમી