અરવલ્લી:શામળાજી મો કાર્તિકી પૂર્ણિમા ની ભવ્ય ઉજવણી થઈ રહી છે
અરવલ્લી જિલ્લા ભિલોડા તાલુકાના શામળાજી ખાતે 8 નવેમ્બર આજે કાર્તિકી પૂર્ણિમા અને ગ્રહણ છે
ત્યારે યાત્રાધામ શામળાજી મો કાર્તિકી પૂર્ણિમા ની ભવ્ય ઉજવણી થઈ રહી છે
કારતક સુદ અગિયારસ થી પૂનમ સુધી મેળો યોજાય છે ત્યારે દૂર દૂરથી લાખો ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી પડયા છે
કાર્તિકી પૂર્ણિમા ના દિવસે ભગવાનના અલગ અલગ મનોરથના દર્શન યોજાય છે
ત્યારે વહેલી સવારથી સાંજ સુધીજ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું ભગવાન કાળીયા ઠાકર ને આજના દિવસે ખાસ શણગાર કરવામાં આવે છે
સોના આભૂષણથી ભગવાન ને શણગારવામાં આવ્યા છે
ત્યારે સવારથી શણગાર આરતી માં ભક્તોની ભીડ જામી હતી આજે ગ્રહણ છે
ત્યારે ગુજરાતના તમામ મંદિરો બંધ રહ્યા છે
ત્યારે સમગ્ર ગુજરાતમાં ખુલ્લુ રહેતું એકમાત્ર ભગવાન શામળાજી મંદિરમાં ભક્તો લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા છે
ગ્રહણ સમયે ભગવાન શામળિયા ના મંદિર ના ગર્ભ ગૃહ માં બેસી પૂજાપાઠ અનુષ્ઠાન કરે છે