નર્મદા વિભાગની બેદરકારીથી સાંતલપુર રણ પાણી પાણી……

પ્રતીકાત્મક તસવીર:નર્મદા વિભાગની બેદરકારીથી સાંતલપુર રણ પાણી પાણી......

નર્મદા વિભાગની બેદરકારીથી સાંતલપુર રણ પાણી પાણી……

પ્રતીકાત્મક તસવીર:નર્મદા વિભાગની બેદરકારીથી સાંતલપુર રણ પાણી પાણી......
પ્રતીકાત્મક તસવીર:નર્મદા વિભાગની બેદરકારીથી સાંતલપુર રણ પાણી પાણી……

 

લાખો લીટર પાણી 10 km દૂર 150 હેકર માં ફરી વળી

કારખાનાઓ ના રસ્તા બંધ થયા મીઠા ની સિઝન મોડી શરૂ થશે

કચ્છના નાના રણમાં નર્મદા વિભાગની બેદરકારીએ કેનાલનું પાણી 10 કિ.મી દૂર સાંતલપુર રણમાં ફરી મળતા મીઠાના 60 કારખાને નુકસાન પહોંચ્યું છે

કેનાલના ગેટમાં લીકેજ હોવાના કારણે દસ દિવસથી પાણીનો પ્રવાહ સતત વહેતો રહેતો લાખો લીટર પાણીનું વીણપાટ થયો છે

સાંતલપુર પાસેથી નર્મદા કેનાલમાંથી વીડ ખાતુ પાણી કચ્છના નાના રણના નીચલા ભાગમાં ફરી વળતા 150 એકર વિસ્તારમાં મીઠાના કારખાના ની સિઝન 1 મહિના મોડી શરૂ થશે

આ ઉપરાંત રણમાં અવરજવરના રસ્તા પર બંધ થઈ જતા અગરિયાઓને જરૂરી ખાવા પીવાની વસ્તુઓ માટે વલખા મારવા પડી રહ્યા છે

આ અંગે મીઠું પકવતા અગરિયા જાના ભાઈને જણાવ્યું હતું કે રણમાં મીઠું પકવવામાં દંતારા અને સંગે તારા લાવવાના હતા તે કંઈ આવશે નહીં

એક મહિનાથી અમે કામ કરી રહ્યા છીએ તે બધું અમારું મહેનતાણું અને ખર્ચો નું નુકસાન જ છે

અમે રજૂઆતો કરી પણ કોઈ સાંભળતું નથી ઉલ્લેખનીય છે કે રણમાં મીઠું પકવતા અગરિયાઓ સીઝન પહેલાથી જ માટીકામ સહિત પાળાઓની કામગીરી કરી લેતા હોય છે

ત્યાં નર્મદા વિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે

પાણી 10 કિ.મી દૂર પહોંચ્યું પણ અધિકારીને લીકેજની ખબર નથીઆ અંગે નર્મદા વિભાગના ઇજનેર એન આર પરમાર ને તો કેનાલના દરવાજામાંથી પાણી લીકેજ થાય છે

તેની માહિતી જ નથી તેમણે જો પાણીનો ફેરફાર થતો હશે

તો બંધ કરાવી દઈએ છીએ તેમ કહ્યું હતું ત્યારે લાખો લીટર પાણી 10 થી વેડફાઈ રહ્યું તો શું નિગમના અધિકારીને જાણ નહીં હોય તેવા સવાલ ઉભા થયા છે

પૈસા આપી બંધાવેલા ક્યારા નષ્ટ થયા

અંગે અગરિયા કરસનભાઈ કોળીએ જણાવ્યું હતું કે રણમાં વરસાદનું પાણી ઓસરતા અમોએ કારખાનાની કામગીરી કરી હતી

હવે કેનાલનું પાણી ફરી વળતા અવરજવરના રસ્તા બંધ થઈ ગયો છે પૈસા આપી ક્યારા બંધાવ્યા હતા જે પાણીના લીધે નષ્ટ થયા છે

રણમાં સ્કૂલો શરૂ નહીં થઈ શકે આરોગ્યની સેવા ને અસર પડશે અગરિયા હિત રક્ષક મંચના કોર્ડીનેટર ઘનશ્યામભાઈ જુલાઈ જણાવ્યું હતું

કે રણમાં પાણી ફરી વળતા સીઝન લેટ પડશે નર્મદા કેનાલના પાણી અઘરોમાં અને રસ્તાઓમાં ફરી મળતા પીવાના પાણીની શિક્ષણની અને આરોગ્યની સેવાઓને અસર પડે છે

ચાલુ વર્ષે રણમાં પાણી ફરી વળતાં રણમાં સ્કૂલ સમયસર શરૂ નહીં થાય

20 કી.મી એરિયામાં પાણી ફરી વળી મીઠા એસોસિયનના પ્રમુખ પ્રદીપભાઈ ભાઈ રાજગોરે જણાવ્યું હતું કે રણમાં કેનાલનું પાણી 150 થી 20 કિલોમીટર ફરી વળ્યું છે

મીઠું પાણીને લઈ ખારા પાણીમાં પાકતા મીઠા નો નાશ થવા પામ્યો છે જેનાથી 60 જેટલા કારખાનાઓમાં નુકસાન છે

આ પાણી સત વડે બંધ કરવું પડે તેમ છે

કારખાના સુધી અવર જવાનો રસ્તો બંધ ખાદ્ય સામગ્રી લાવવામાં મુશ્કેલી અગરિયા ભુપતસિંહ જાડેજા એ કહ્યું કે ત્રણ મહિના સુધી અગરમાં ટ્રેક્ટર પણ આવી શકે તેમ નથી

એક મહિના સુધી મજૂરી કામ પણ થઈ શકે તેવી સ્થિતિ નથી હાલતમાં ખાદ્ય સામગ્રી પણ લાવી શકાય તેવી પરિસ્થિતિ નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp