રૂપિયા ૧૨ હજારના પગારદાર નાના મે રજીસ્ટર એન્ટરપ્રાઇઝના 69 લાખના બેંક ટ્રાન્ઝેક્શન

ડમી પેઢીઓના નામે જીએસટી નંબર મેળવી બાદમાં ટેક્સ ક્રેડિટ મેળવવાના કૌભાંડમાં આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા જુનાગઢ અને ભાવનગર ખાતેથી ઝડપી પાડવામાં આવેલા
બે ભેજાબાજ ને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે પ્રાથમિક તપાસમાં પોલીસ ચોપડે વોન્ટેડ ઉસ્માન ફટણીની ઓફિસમાં 12,000 ના પગારદાર ના નામે બેંકમાંથી ₹69.75 લાખના ટ્રાન્જેક્શન મળી આવતાં
પોલીસ પણ ચોકી ગઈ છે
જુનાગઢ અને ભાવનગરના ભેજા બાજ રિમાન્ડ પર: વોન્ટેડ ઉસ્માન ફટણીની ઓફિસના પગારદાર ના નામની યોગીરાજ પેઢી મળી
બોગસ ડોક્યુમેન્ટ ના આધારે ડમી પેઢીઓના નામે જીએસટી નંબર મેળવી ટેક્સ ક્રેડિટ મેળવવાના કૌભાંડમાં આર્થિક ગુના નિવારણ શાખા
એ ગતરોજ સલીમ ઈકબાલ રાવાની ઉંમર 42 રહેવાસી ગુલીસ્તાન સોસાયટી ઝાંઝરડા રોડ જુનાગઢ અને આનંદ જયંતિ પરમાર ઉંમર 32 રહેવાસી ગોકુળ નગર સીતારામ ચોક ભાવનગરને ઝડપી પાડ્યા હતા.
જેવું ને આજરોજ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટ સમક્ષ સલીમે હસનૈન એલાઈસ નામની પેઢીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું
અને જેમાં ક્રેડિટ મેળવ્યા બાદ સુહાના ટ્રેડિંગ અને ધારા એન્ટરપ્રાઇઝ નામની પેઢી બનાવી તેમાં કમિશન મેળવ્યું હતું
અને તેમાં ઈમરાન નામની વ્યક્તિએ મહત્વની ભૂમિકા ભજવી હોવાથી ઇમરાનનું પગીરુ મેળવવા સલીમે અસલમની મદદથી એસજી એન્ટરપ્રાઇઝ નામે જીએસટી નંબર મેળવવા લાઈટ બિલ સહિતના જે બોગસ ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા
તે કયા અને કોણે બનાવ્યા હતા?
પોલીસ ચોપડે વોન્ટેડ ઉસ્માન ફટણી માટે કામ કરતો આનંદ એમ ડી ટ્રેડિંગમાં લોગીન કરી જીએસટીના સેલ પર ચેન્જના બિલ જનરેટ કરતો હોવાથી
તેનો આઈડી પાસવર્ડ ક્યાંથી અને કોની મદદ થી મેળવ્યા હતા.
આનંદ ઉસ્માન માટે કામ કરતો હતો પરંતુ તેના નામે યોગીરાજ એન્ટરપ્રાઇઝ નામની પેઢી રજીસ્ટ્રેશન છે અને બેંકમાં ખાતા ખોલાવી ટ્રાન્ઝેક્શન કર્યા છે
તો તેમાં ઉસ્માન ભાગીદાર છે કે નહીં આનંદની ઓફિસમાંથી વેજીટેબલ એન્ટરપ્રાઇઝ જયરામ એન્ટરપ્રાઇઝ નંદન એન્ટરપ્રાઇઝ સ્કાયમેટ ટ્રેડિંગ મુન્ના ટ્રેડિંગ સહિતની પેઢીના બેંક સ્ટેટમેન્ટ ચેકબુક એટીએમ કાર્ડ વગેરે મળી આવ્યા છે
તે મુદ્દે પૂછપરછ કરવા ઉસ્માનની ઓફિસના રૂપિયા ૧૨ હજારના પગારદાર આનંદ ના નામે યોગીરાજ એન્ટરપ્રાઇઝ રજીસ્ટ્રેશન છે
અને તેના બેંક સ્ટેટમેન્ટમાં રૂપિયા 69.75 લાખ ક્રેડિટ થયા છે
તો તે મુદ્દે તપાસ કરવા ઓફિસમાંથી અનેક લેપટોપ કોમ્પ્યુટર વિગેરે મળી આવ્યા છે
અને તેમાં બોગસ બિલોની એન્ટ્રી છે
તે મુદ્દે તપાસ કરવા કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે