મોરબીની દુર્ઘટના બાદ હાથ ધરાયેલા સર્વેમાં૯૨ પુલો જોખમી હોવાના રિપોર્ટ
તાજેતરમાં મોરબીની પુલ હોનારતની ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં જે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો
તેમાં મહા પાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં આવેલા રેલવેના બ્રિજ અને પુલ મળી કુલ 92 ફ્લાય રેલ્વે ઓવરબ્રિજ સહિત અન્ય પુલો જોખમી બની રહ્યા હોવાથી ત્વરિત રીપેરીંગ ની જરૂરત હોવાનું જણાવ્યું હતું
રાજ્યની આઠ મહાનગરપાલિકામાં 61 અને નગરપાલિકા વિસ્તારમાં 31 ફપુલ નબળી સ્થિતિ ગમે ત્યારે અકસ્માત સર્જે તેવી ભિતી
રાજ્યની આઠ મ્યુની કોર્પોરેશનમાં જોખમી બ્રિજ અંગે જે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી
તેમાં મેજર બ્રિજની કેટેગરીમાં આવતા 53 ફ્લાય ઓવર બ્રિજની કેટેગરીમાં આવતા 58 રેલવે ઓવરબ્રિજ અને ૪૭ અન્ય પુલ મળી કુલ ૧૫૮ બ્રિજની જ્યારે માઇનોર બ્રિજની કેટેગરીમાં આવતા ત્રણ ફ્લાય અને
48 રેલવે ઓવરબ્રિજ અને અંડર બ્રિજ તેમજ 1112 અન્ય પુલ મળી કુલ 163 ની ચકાસણી કરવામાં આવી હતી.
કુલ 321 માંથી 56 બ્રિજમાં માઇનોર રીપેરીંગ ની જ્યારે પાંચ ફૂલમાં મેજર રીપેરીંગની જ્યારે પાંચ પુલમાં મેજર રીપેરીંગ ની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી.
મહાનગરપાલિકા વિસ્તારમાં 61 પુલની રીપેરીંગ હોવાનું સર્વેમાં જણાવ્યું હતું
એ જ રીતે રાજ્યના નગરપાલિકા વિસ્તારોમાં મેજર બ્રિજની કેટેગરીમાં આવતા 36 ફ્લાય ઓવર 44 રેલવે ઓવરબ્રિજ અને અંડર બ્રિજ તથા 51 અન્ય ફૂલોની તેમજ માઇનર બ્રિજની કેટેગરીમાં સમાવિષ્ટ ત્રણ ફ્લાય ઓવર 26 રેલવે ઓવરબ્રિજ અંડર બ્રિજ અને 88 અન્ય પુરો તથા એક હેકિંગ પૂલ મળી કુલ ૨૪૯બ્રિજ નીચે ચકાસણી કરવામાં આવી હતી
તેમાં 131 મેજર બ્રિજ માંથી 11 અને 118 માઇનોર બ્રિજમાંથી 20 ને ત્વરિત રીપેરીંગ ની જરૂર હોવાનું જણાવ્યું હતું.
રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં વર્ષો જૂના બાંધકામ ધરાવતા આ ઓવરબ્રિજ અંડર બ્રિજની જાળવણી સમય નહીં કરવામાં આવતા
અત્યારે જોખમી સ્થિતિમાં આપ ભૂલો જોવા મળે છે જે ગમે ત્યારે અકસ્માત સર્જે તેવી ભીતિ દર્શાવવામાં આવી હતી