અરવલ્લી અને સાબરકાંઠામાં અલગ યુનિ.ની માંગ સાથે છાત્રોએ સહી અભિયાન શરૂ કર્યું
અરવલ્લી અને સાબરકાંઠાના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના નાના-નાના કામકાજ માટે પાટણ સુધી ધક્કા ખાવા પડે છે.
આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા યુવાઓની પણ માંગ ઉઠવા પામી છે કે, યુનિવર્સિટી આપવામાં આવેની માંગ ઉઠી છે.
વિદ્યાર્થીઓને સાબરકાંઠા અરવલ્લીમાં જુદી યુનિવર્સિટી નહીં મળે
તો ગાંધીજીનો માર્ગ અપનાવીને આગામી સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી મોડાસામાં સિગ્નેચર કેમ્પેન શરૂ કર્યું છે
મોડાસાની બી.એડ. કોલેજમાં યોજાયેલા સિગ્નેચર કેમ્પેનમાં મોટી સંખ્યામાં તાલીમાર્થીઓએ યુનિવર્સિટીની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના પ્રમુખ નિલેશ જોષી સહિતના આગેવાનો અને બી.એડ. કોલેજના આગેવાનોએ યુનિવર્સિટીની માંગ કરી હતી.
વિદ્યાર્થીઓ જણાવ્યું કે નેતાઓ માત્ર સ્ટેજ પરથી બોલીને જતા રહે છે
પરંતુ તેઓ ઉપર વાત પહોંચાડે છે કે નહીં તે સવાલ છે.
થોડા દિવસ પહેલા જાહેર મંચ પરથી યુનિવર્સિટીની માંગ કરાઇ હતી.
સાંસદ દિપસિંહ રાઠોડે યુનિવર્સિટી માટે પ્રયાસો કરાશે
જોકે હજુ સુધી કોઇ જ પ્રયાસ કે વાતચીત ઉપર સુધી પહોંચી કે ન પહોંચી તે માટે વિદ્યાર્થીઓ શંકા વ્યક્ત કરી હતી.