માહિતી અધિકાર હેઠળ અરજદાર ને માહિતી ના આપવા બદલ તલાટી બી.એન.બારીયા ને ફટકારાયો દંડ…
વિવાદીને માહિતી આપવામાં નિષ્ફળતા બદલ બી.એન.બારીયા, જાહેર માહિતી
અધિકારી અને તત્કાલિન તલાટી કમ મંત્રી , રીંગણીયા ગ્રામ પંચાયત કચેરી, તા.કડાણા,
જિ.મહિસાગર ને ફટકારાયો દંડ…
તા.૯-૮-૨૦૨૧ ની નમૂના-કની અરજી થી પ્રભુદાસ માવાભાઇ પટેલ અને
મુળજીભાઈ માવાભાઇ પટેલે કયા સર્વે નંબરમાં મકાન બનાવેલ છે
તેના આધાર પુરાવા ૭/૧૨,૮-અ અને નમૂના નંબર-૬ની પ્રમાણિત નકલો,
મકાન બાંધકામ અંગેની અરજી ,
ગ્રામ પંચાયતે આપેલ
પરવાનગીની નકલ,
આ સંદર્ભે ના ઠરાવ,
એજન્ડા અને પ્રોસીડીગ ની નકલો,
ઉમરીયા ગામનો
નકશો,
ગામતળ, ગૌચર, સરકારી ખરાબાવાળી જમીનના સર્વે નંબરોની નકલો સહિત
નમૂના-કની
અરજી માં જણાવેલ વિગતે માહિતીની માગણી કરી હતી.
જાહેર માહિતી અધિકારીએ નિયત સમય મર્યાદા બાદ
તા.૧૦-૨-૨૦૨૨ ના પત્રથી વિવાદીને
માહિતી/નિર્ણય આપેલ.
દરિમયાનમાં વિવાદીએ તા.૨૯-૯-૨૦૨૧ના રોજ
પ્રથમ અપીલ
સત્તાધિકારીને માહિતીનો અિધિકાર અધિનિયમ-૨૦૦૫ની કલમ-૧૯(૧) હેઠળ
પ્રથમ અપીલ કરેલ
હતી.
પ્રથમ અપીલ સત્તાધિકારીએ તેનો સમય મર્યાદામાં નિર્ણય ન કરતા
વિવાદીએ આયોગમાં
તા.૨૨-૧૧-૨૦૨૧ ના રોજ બીજી અપીલ કરેલ.
તે અન્વયે આયોગે તા.૯-૧૨-૨૦૨૧ ના
રોજ હુકમ કરી
પ્રથમ અપીલ સત્તાધિકારીને પ્રથમ અપીલનો દિન -૩૦માં નિર્ણય કરવા જણાવેલ હતું.
તેના અનુસંધાને પ્રથમ અપીલ સત્તાધિકારીએ કોઈ નિર્ણય ન કરતા નારાજ થઇ વિવાદીએ
આયોગમાં તા.૨૯-૧-૨૦૨૨ના રોજ અરજી કરેલ.
જે અન્વયે આ અપીલ રી-ઓપન કરવામાં
આવેલ છે
જે અન્વયે તારીખ ૨૨-૭-૨૦૨૨ ના રોજ આયોગ ખાતે વિડીયો કોન્ફરસ ના
માધ્યમથી સુનાવણી હાથ ધરવામાં આવેલ.
સુનાવણી દરમ્યાન ઉપસ્થિત વિવાદી દ્વારા રજૂઆત કરવામાં આવી કે
તેઓની તારીખ
૯-૮-૨૦૨૧ ની નમૂના-કની અરજી થી તેઓએ
પ્રભુદાસ માવાભાઇ પટેલ અને મુળજીભાઇ
માવાભાઇ પટેલે કયા સર્વે નંબરમાં મકાન બનાવેલ છે
તેના આધાર પુરાવા ૭/૧૨,૮-અ અને
નમૂના નંબર-૬ની પ્રમાણિત નકલો,
મકાન બાંધકામ અંગેની અરજી ,
ગ્રામ પંચાયતે આપેલ
પરવાનગીની નકલ,
આ સંદર્ભે ના ઠરાવ,
એજન્ડા અને પ્રોસીડીન્ગ ની નકલો,
ઉમરીયા ગામનો
નકશો, ગામતળ, ગૌચર,
સરકારી ખરાબાવાળી જમીનના સર્વે નંબરોની નકલોની માગણી કરી હતી
પરંતુ
જાહેર માહિતી અધિકારી દ્વારા સમય મર્યાદામાં કોઇ માહિતી તેઓને આપવામાં આવેલ ન હતી.
આથી તેઓએ
તારીખ ૨૯-૯-૨૦૨૧ના રોજ
પ્રથમ અપીલ અધિકારી અને તાલુકા વિકાસ
અધિકારી, કડાણાને
પ્રથમ અપીલ અરજી કરી હતી.
પ્રથમ અપીલ અધિકારી દ્વારા સમય
મર્યાદામાં સુનાવણી અંગેની કોઇ કાર્યવાહી ન થતા
તારીખ ૨૨-૧૧-૨૦૨૧ ના રોજ ગુજરાત
માહિતી આયોગ સમક્ષ બીજી અપીલ અરજી દાખલ કરી હતી
જેના અનુસંધાને માહિતી
આયોગના
તારીખ ૯-૧૨-૨૦૨૧ના હુકમથી વિવાદીને દિવસ-૩૦ની સમય મર્યાદામાં
સાંભળવાની તક આપીને પ્રથમ અપીલ અરજી સંદર્ભે જરુરી નિર્ણય કરવા
પ્રથમ અપીલ અધિકારી
અને તાલુકા વિકાસ અધિકારીને
આદેશ કરવામાં આવ્યો હતો.
તારીખ ૧૦-૨-૨૦૨૨ના જાહેર
માહિતી અધિકારીના પત્રથી વિવાદીને કેટલીક માહિતી પૂરી પાડવામાં આવી હતી..
પરંતુ પત્ર સાથેના
બીડાણો તેઓને મળ્યા નથી.
જાહેર માહિતી અધિકારી અને તલાટી કમ મંત્રી ,
રીંગણીયા ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત
કરવામાં આવી કે વિ વાદીની
તારીખ ૯-૮-૨૦૨૧ ની નમૂના-કની અરજી સંદર્ભે તત્કાલિન જાહેર
માહિતી અધિકારી અને તલાટી કમ મંત્રી દ્વારા કોઇ માહિતી પૂરી પાડવામાં આવી ન હતી
પરંતુ
તેઓએ હવાલો સંભાળ્યા બાદ તારીખ ૧૦-૨-૨૦૨૨ ના પત્ર થી મુદ્દાવાર જવાબ ૪૨ પાનાની
માહિતી સાથે પૂરો પાડેલ છે.
વિવાદી આ બીડાણો ન મળ્યાની રજૂઆત કરે છે..
પરંતુ વિવાદીને આ
માહિતી રજીસ્ટર્ડ પોસ્ટ
એ.ડી.થી મોકલવામાં આવેલ હતી.
કેસના કાગળો ધ્યાને લેતાં વિવાદીની
તા.૯-૮-૨૦૨૧ની નમૂના-ક ની અરજી અન્વયે
તત્કાલિન જાહેર માહિતી અધિકારી દ્વારા કોઇ
માહિતી પૂરી પાડવામાં આવેલ હોવાનું જણાતું નથી.
જાહેર માહિતી અધિકારી દ્વારા આયોગને
કોઇ અહેવાલ કે રીમાર્કસ મોકલવામાં આવેલ નથી.
આમ,પ્રતિવિવાદી પક્ષે સંપૂર્ણ બેદરકારી
સેવવામાં આવેલ છે.
જેની આયોગ ગંભીર નોંધ લેછે
અને વિવાદીને માહિતી પૂરી
નહિ પાડવા
માટે જાહેર માહિતી અધિકારી અને તત્કાલિન તલાટી કમ મંત્રી ,
રીગણીયા ગ્રામ પંચાયત કચેરી,
તા.કડાણા .મહીસાગર
શ્રી બી.એન.બારીયા,
હાલ જાહેર માહિતી અધિકારી અને તલાટી કમ
મંત્રી , ડોળી ગ્રામ પંચાયત કચેરી,
તાલુકા :સંતરામપુર ,મહીસાગર
પ્રથમ દ્રષ્ટિએ એ જવાબદાર
જણાય છે.
આથી માહિતી નો
અધિકાર અધિનયમની કલમ-૭(૧) અનુસાર
સમય મર્યાદામાં
વિવાદીને માહિતી પૂરી નહી પાડવા માટે
જાહેર માહિતી અધિકારી સામે માહિતી નો અધિકાર
અિધિનયમની કલમ-૨૦ હેઠળ કાર્યવાહી શા માટે હાથ ન ધરવી તેની
લેખિત તેમજ મૌખિક સ્પષ્ટતા તેઓએ સુનાવણીની આગામી તારીખે હાજર રહીને કરવા
તેમજ લેખિત સ્પષ્ટતા હુકમની
તારીખથી દિન-૧૫માં આયોગને મોકલી આપવા
આયોગના તારીખ ૨૫-૭-૨૦૨૨ના હુકમથી
આદેશ કરવામાં આવ્યો હતો.
તાલુકા વિકાસ અિધકારી, તા. કડાણા .જી મહીસાગર દ્વારા
સમય મર્યાદામાં વિવાદીની તારીખ
૨૯-૯-૨૦૨૧ની પ્રથમ અપીલ અરજી સંદર્ભે સુનાવણી અંગેની કોઇ કાર્યવાહી કરવામાં આવેલ
નથી
અને આયોગના તારીખ ૯-૧૨-૨૦૨૧ના રીમાન્ડ હુકમ બાદ પણ સમય મર્યાદામાં પ્રથમ
અપીલ અરજી ની સુનાવણી
પરત્વે કોઈ કાર્યવાહી કરેલ નથી
જેની આયોગે ગંભીર નોંધ લીધેલ અને
આ બાબત જીલ્લા વિકાસ અધિકારી, મહીસાગરના ના ધ્યાને મૂકવા નિર્ણય કરેલ.
આ અંગે લેખિત
સ્પષ્ટતા આયોગ ને મોકલવા
શ્રી એસ.જે.ભરવાડ હાલ તાલુકા વિકાસ અિધકારી, સંતરામપુર ને
સૂચના આપવામાં આવેલ છે.
તારીખ ૧૦-૨-૨૦૨૨ના જાહેર માહિતી અધિકારીના
પત્ર સાથેના બીડાણોની
વિવાદીને હજુ જરૂર હોય તો
નિયમોનુસાર ભરવા પાત્ર નકલ ફી ભર્યા બાદ
પત્ર સાથેના બીડાણની નકલો
વિવાદીને ફરીથી પૂરી પાડવા
જાહેર માહિતી અધિકારીને આદેશ
કરવામાં આવેલ.
તા.૧૨-૧૦-૨૦૨૨ ના રોજ આયોગ ખાતે વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી સુનાવણી હાથ
ધરવામાં આવી.
સુનાવણીમાં વિવાદી
શ્રી દનેશભાઇ પરમાભાઇ પટેલ હાજર રહેલ હતા.
પ્રતિવિવાદી પક્ષે શ્રી એસ.આર.ડામોર,
જાહેર માહિતી અધિકારી અને તલાટી કમ મંત્રી , રીંગણીયા
ગ્રામ પંચાયત કચેરી, રીંગણીયા
તાલુકા કડાણા .મહીસાગર,
શ્રી બી.એન.બારીયા,
તત્કાલિન
જાહેર માહિતી અધિકારી અને તલાટી કમ મંત્રી , રીંગણીયા ગ્રામ પંચાયતની કચેરી,
જાહેર
માહિતી અધિકારી અને
તલાટી કમ મંત્રી , ડોળી ગ્રામ પંચાયત ની કચેરી, તા.સંતરામપુર,
.મહીસાગર
તેમજ
શ્રી વી.કે.ગરાસીયા, પ્રથમ અપીલ અિધકારી અને તાલુકા વિકાસ અધિકારી,
કડાણા તાલુકા પંચાયત કચેરી, .મહીસાગર,
શ્રી એસ.જે.ભરવાડ, તત્કાલિન પ્રથમ અપીલ
સત્તાધિકારી અને તાલુકા વિકાસ અધિકારી, કડાણા, .મહીસાગર હાલ પ્રથમ અપીલ અધિકારી
અને તાલુકા વિકાસ અધિકારી, સંતરામપુર .મહીસાગર ના ઓ હાજર રહેલ હતા.
જાહેર માહિતી અધિકારી અને તલાટી કમ મંત્રી ,
રીંગણીયા ગ્રામ પંચાયતની કચેરી દ્વારા તારીખ
૧૦-૨-૨૦૨૨ અને તારીખ ૧૯-૭-૨૦૨૨ના રજિસ્ટર્ડ
પોસ્ટ એ.ડી.થી પાના નંબર ૧ થી ૪૨
ની માહિતી પૂરી પાડવામાં આવેલ છે.
જો કે આ સંદર્ભે વિવાદી દ્વારા રજૂઆત કરવામાંઆવી કે
તેઓને જે માહિતી પૂરી પાડવામાં આવેલ છે તે માહિતી ખોટી છે.
તેઓએ જીલ્લા સ્વાગતમાં જે પ્રશ્ન પૂછેલ હતો
તેના અનુસંધાને આપેલ માહિતી માં દર્શાવ્યા મુજબ પ્રભુભાઈ માવાભાઇ પટેલ
અને મુળજીભાઈ માવાભાઇ પટેલે સર્વે નંબર-૩ માં મકાન બનાવ્યા નું દર્શાવેલ છે
જયારે હવે જે
માહિતી આપી છે તેમાં સર્વે નંબર-૨ માં પ્રભુભાઇ માવાભાઇ પટેલ અને
મુળજીભાઈ માવાભાઇ
પટેલે મકાન બનાવેલ છે
તેવી માહિતી આપવામાં આવેલ છે.
જે માહિતી આપવામાં આવેલ છે
તે
સર્વે નંબર-૨ માં કુબેરભાઇ મુળજીભાઈ ને લગતી માહિતી છે
તેવી રજૂઆત વિવાદી દ્વારા કરવામાં
આવી હતી..
જાહેર માહિતી અધિકારી અને તલાટી કમ મંત્રી , રીંગણીયા ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત
કરવામાં આવી કે પ્રભુભાઇ માવાભાઇ પટેલ અને મુળજીભાઈ માવાભાઇ પટેલે
સર્વે નંબર-૨ માં
મકાન બનાવેલ છે
તેવી માહિતી સાચી છે.
તેઓ એ આ જમીન વેચાણથી લીધેલ છે
તે મુજબ
હકીકત હોય તો વેચાણ દસ્તાવેજ ની નકલ અને મકાન બાંધકામ માટે ગ્રામ પંચાયતની કચેરીની
લીધેલી મંજૂરી અંગેની વિગતો ગ્રામ પંચાયત પાસે ઉપલબ્ધ હોવી જોઇએ.
આ તબક્કે જાહેર
માહિતી અધિકારી અને તલાટી કમ મંત્રી દ્વારા રજૂઆત કરવામાં આવી કે
આ મકાનના
બાંધકામની મંજૂરી અંગેનું કોઇ રેકર્ડ હાલ કચેરી ખાતે ઉપલબ્ધ નથી.
બંને પક્ષકારો ની રજૂઆતો ધ્યાનમાં લેતા વિવાદીની નમૂના-કની અરજી સંદર્ભે જે જવાબ
પાઠવેલ છે તેમાં વિસંગતતા હોય તેમ આયોગને સ્પષ્ટ
જણાય છે.
આથી પ્રભુભાઈ માવાભાઇ
પટેલ અને મુળજીભાઈ માવાભાઇ પટેલ દ્વારા કયા સર્વે નંબરમાં મકાન બનાવેલ છે તેની
પુનઃ
એકવાર ચકાસણી કરી ફરીવાર ૭/૧૨, ૮-અ, અને નમૂના નંબર-૬ ની નકલો તથા
તે સંદર્ભે મકાન
બાંધકામ માટે આપવામાં આવેલ પરવાનગીની વિગતો
વિગેરે દિવસ-૧૫ની સમય મર્યાદામાં
વિનામૂલ્યે વિવાદીને પૂરી પાડવા
જાહેર માહિતી અધિકારીને આદેશ કરવામાં આવે હતો.
જે રેકર્ડ
ઉપલબ્ધ ન હોય તે રેકર્ડ કચેરી ખાતે ઉપલબ્ધ નથી તેમ
સંબંધિત મુદ્દા સામે પણ સ્પષ્ટ દર્શાવવા નુ
રહેશે તેવુ પણ જણાવેલ હતુ..
બી.એન. બારીયા,
તત્કાલિન જાહેર માહિતી અધિકારી અને તલાટી કમ મંત્રી , રીંગણીયા
ગ્રામ પંચાયતની કચેરી દ્વારા
સમય મર્યાદામાં કોઇ માહિતી
વિવાદીને પૂરી પાડવામાં આવી ન હતી.
આયોગના તારીખ ૨૫-૭-૨૦૨૨ના હુકમથી
જાહેર માહિતી અધિકારીને લેખિત તેમજ મૌખિક સ્પષ્ટતા કરવા સૂચના આપવા છતાં
જાહેર માહિતી અિધકારી એ તારીખ ૧૯-૭-૨૦૨૨ના રજીસ્ટર્ડ
પોસ્ટ એ.ડી.થી માહિતી પૂરી પાડેલ છે તેવો માત્ર ઉલ્લેખ લેખિત સ્પષ્ટતામાં કરેલ છે
પરંતુ સમય
મર્યાદામાં વિવાદીને માહિતી કેમ પૂરી પાડી શકાઇ નથી
તે સંદર્ભે કોઇ સ્પષ્ટતા કરવામાં આવેલ
નથી.
આ સુનાવણી દરિમયાન શ્રી બી.એન.બારીયા,
જાહેર માહિતી અધિકારી અને
તત્કાલિન
તલાટી કમ મંત્રી , રીંગણીયા ગ્રામ પંચાયત કચેરી, તા.કડાણા, .મહીસાગર,
હાલ જાહેર માહિતી
અધિકારી અને તલાટી કમ મંત્રી , ડોળી ગ્રામ પંચાયત કચેરી,તાલુકા સંતરામપુર .મહીસાગર દ્વારા
વિલંબ સંદર્ભે કોઇ વિશેષ રજૂઆત કરવામાંઆવેલ નથી.
માત્ર વધારાના ચાર્જ હોવાનો દાવો રજૂ
કરવામાં આવેલ હતો
જે સ્વીકારી શકાય તેમ નથી. આથી શ્રી બી.એન.બારીયા, જાહેર માહિતી
અધિકારી અને તલાટી કમ મંત્રી , રીંગણીયા ગ્રામ પંચાયતની કચેરીને,
માહિતી અધિકાર
અધિનિયમની કલમ-૭(૧) અનુસાર સમયસર માહિતી/
નિર્ણય પૂરો નહી પાડવા માટે જવાબદાર
ઠરાવવામાં આવેલ..
વિવાદીને માહિતી આપવામાં નિષ્ફળતા બદલ
શ્રી બી.એન.બારીયા, જાહેર માહિતી
અધિકારી અને તત્કાલિન તલાટી કમ મંત્રી ,
રીંગણીયા ગ્રામ પંચાયત કચેરી, તા.કડાણા,
.મહીસાગર
હાલ જાહેર માહિતી અધિકારી અને તલાટી કમ મંત્રી ,
ડોળી ગ્રામ પંચાયત કચેરી,
તાલુકા સંતરામપુર .મહીસાગરને
જવાબદાર ગણી માહિતી અધિકાર અધિનયમની
કલમ-૨૦(૧) અન્વયે
રૂ. ૫,૦૦૦/- ( અંકે રૂપિયા પાંચ હજાર પુરા)
નો દંડ કરવામાં આવેલ હોવાનુ જાણવા મલે છે.
દંડની રકમ તેઓએ પોતાના ભંડોળમાંથી ભરપાઇ કરવાની રહેશે અથવા તો તેમના
પગારમાંથી કપાત કરી ભરપાઇ કરવાની રહેશે.
તેઓએ આ દંડની રકમ આદેશ
બાદ
દિન-૧૫ ની અંદર જમા કરાવવાની રહેશે અને
ભરપાઇ કર્યા ની પહોંચ/ચલણની નકલ
દિન-૩૦ માં આયોગ ને મોકલવાની રહેશે..
આમ,વિવાદી ની અરજી નો નિકાલ આવ્યા ની માહિતી પ્રાપ્ત થઈ રહેલ છે..