આણંદ ટ્રાફિક પોલીસ દંડ વસુલ વાર ની શરૂઆત કરી :નિયમો તોડશો તો દંડ થશે…!
આણંદ ટ્રાફિક પોલીસે દંડ વસૂલવાનું શરૂ કર્યું છે કોઈપણ પ્રકારના નિયમોનો ભંગ કરશો તો સ્થળ પર તો મેમો આપવામાં આવશે .
જ સાથે સાથે ઈ મેમો પણ હવે આવી જશે.
તાજેતરમાં દિવાળીના તહેવારને લઈને ગૃહરાજ્યમંત્રી હર્ષદ સંઘવીએ ટ્રાફિક પોલીસ દંડ નહીં વસુલે તેવી જાહેરાત કરી હતી.
જેને લઈને તારીખ 21 થી 27 સુધી પોલીસે લોકોને સ્થળ પર મેમો કે ઈ મેમો આપ્યો ન હતો.
અને દંડ પણ વસૂલ્યો ન હતો. સાથે જ પોલીસે ગુલાબના ફૂલ આપી લોકોને દિવાળીની શુભેચ્છા આપવાની સાથે નિયમો પાડે તેવી આશા રાખી હતી.
પણ હવે તહેવાર પૂર્ણ થતા જ લોકોએ ફરી એકવાર નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે .
કારણ કે એક થી ચાર ટ્રાફિક પોલીસે દંડ વસૂલવાનું શરૂ કરી દીધું છે.
તહેવાર દરમિયાન ભલે ટ્રાફિક પોલીસે સામાન્ય દંડ પણ વસૂલ્યો ન હતો .
પણ લાયસન્સ વગર આર સી બુક વગર નંબર પ્લેટ વગર વધુ સ્પીડમાં વાહન ચલાવનાર રોંગ સાઈડમાં વાહન ચલાવનાર અને લોકોની જિંદગી જોખમાય.
તે રીતે વાહન ચલાવનાર સામે દંડાત્મક કાર્યવાહી કરી તેઓની સામે ગુના નોધ્યા હતા .
આપને જણાવી દઈએ કે 21 ઓક્ટોબરે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત શેફ દિવાલી સેફ સુરત કાર્યક્રમ ઉપસ્થિત રહેલા .
ગૃહરાજ્યમંત્રીએ તહેવારો દરમિયાન ટ્રાફિક દંડ નહીં વસૂલવાની જાહેરાત કરી હતી.
સાથોસાથ હર્ષ સંઘવી એ લોકોને ઉદેશીને જણાવ્યું હતું કે તમારી દિવાળીની ખરીદીની જે બચતના પૈસા હોય.
તે ટ્રાફિક પોલીસના દંડમાં ન જાય તેને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે.
જ્યારે હર્ષ સંઘવી એ પણ ટકોર કરી કે તેનો મતલબ એવો હરીગી જ નથી કે 27 તારીખ સુધી ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવું.
સ્વયં શિસ્ત જાળવવાની પણ તેમણે અપીલ કરી હતી.
જો કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અપીલની એસી તેસી કરી શહેરના સિંધુભવન રોડ પર દિવાળીની રાત્રે જાહેરમાં ફટાકડા ફોડી દહેશત ફેલાવવામાં આવી હતી.
જેને પગલે પોલીસે પણ સ્ટર્ટબાજી કરનારા અને કાયદો હાથમાં લેનારા નવ આરોપીઓને પકડી જેલના સળિયા ગણતા કર્યા હતા
આણંદ જિલ્લામાં ટ્રાફિકમાં નિયમિત હપ્તો પહોંચશે એટલે નિયમનો કોઈ વાંધો નહીં…..!
પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે કોઈ વ્યક્તિનો મહિનાનો 10,000 પગાર હોય અને મહિનામાં એ વ્યક્તિને ચાર મેમાં ભરવામાં આવે તો વ્યક્તિની હાલત શું થાય તે વ્યક્તિ જ જાણે..!
સરકારના ટ્રાફિક ના નિયમો ગરીબ માટે જ કેમ.? અમીર માટે કેમ નહીં..!
ટ્રાફિક ના નિયમો નેતાઓ અને અધિકારીઓ પર કેમ લાગુ નથી થતા.?
ટ્રાફિકની ઉઘરાણી કરતા વચેટિયાવો ખબરદાર…
આણંદ ટ્રાફિક પોલીસ દ્વારા જે વચેટીયાઓ દ્વારા રેતી કંપચીના ડમ્પર, માટીના ભરેલા ડપંર, રીક્ષાઓ મંથલી ઉઘરાણી કરવામાં આવે છે.
તેમની સંપૂર્ણ વિગત સાથે આવનાર દિવસોમાં પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં ફોટા અને પુરાવા સાથે આપવામાં આવશે…!
આણંદમાં છકડો રીક્ષામાં કે રિક્ષામાં પેસેન્જર ડેટા બકરાની જેમ જેટલા ભરવા હોય તેટલા ભરો.. છૂટ છે..
પણ દર મહિને હપ્તો આપો જ્યાંથી જેટલા ભરવા હોય તેટલા ભરો..!