ગુજરાતમાં ૧ અને ૫ ડિસેમ્બરે મતદાન :8 ડિસેમ્બરે મત ગણતરી
સૌરાષ્ટ્ર અને કચ્છની 54 બેઠકો ઉપર પ્રથમ તબક્કામાં મતદાન થશે પ્રથમ તબક્કામાં 89 બેઠકો ઉપર મતદાન હાથ ધરાશે પ્રથમ તબક્કાનું મતદાન ૧ડિસેમ્બર ગુરુવારે યોજાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત અંગે છેલ્લા ઘણા સમયથી અટકણો ચાલુ રહી છે
તેવામાં આજે ચૂંટણીની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે
જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે ચૂંટણી બે તબક્કે યોજાય તેવી શક્યતા છે
આજથી જ આચારસંહિતા અમલી બનશે ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકીય પક્ષો સાબદા બન્યા છે
હિમાચલ પ્રદેશના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ અનુસાર આઠ ડિસેમ્બરે પરિણામ જાહેર થવાના છે
ગુજરાતના પરિણામો પણ તેની સાથે જ જાહેર થઈ શકે છે
તેથી ડિસેમ્બરના પ્રથમ સ્પતાહ માં જ બે તબક્કામાં મતદાન યોજાશે મતદાનનો પ્રથમ તબક્કો એક ડિસેમ્બર અને બીજો તબક્કો 5 ડિસેમ્બરે તેમ જ આઠ ડિસેમ્બરે મતગણતરી યોજાશે
ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકો છે 2017 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ એ આમાંથી 99 બેઠકો જીતી હતી
ત્યારે કોંગ્રેસ ભાજપને ટક્કર આપતા 77 બેઠકો જીતી હતી અન્ય ના ખાતામાં છો બેઠકો હતી.
આ ચૂંટણીમાં ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા દિલ્હી ખાતે ચૂંટણી પંચ પત્રકાર પરિષદમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી
ગુજરાત અને હિમાચલ એમ બંને રાજ્યના પરિણામ 8 ડિસેમ્બરના રોજ જ જાહેર થશે
હિમાચલ પ્રદેશમાં મતદાનની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને 12 નવેમ્બરે તેનું મતદાન થશે
જ્યારે આઠ ડિસેમ્બરે તેનું પરિણામ જાહેર થશે આ 26 દિવસના ગેપ વચ્ચે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પણ મતદાન યોજના છે
બાદમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર થશે
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે ઉલ્લેખનીય છે
કે ગુજરાતમાં આ વખતે 4.9 કરોડ લોકો મતદાન કરશે દિવ્યાંગો માટે 182 વિશેષ મતદાન મથકો ઉભા કરવામાં આવશે મહિલાઓ માટે 1274 મતદાન મથકો બનશે
4.9 કરોડમાંથી 4.6 લાખ યુવા મતદારો મતદાન કરશે 3.24 લાખ યુવા મતદારો પોતાના પ્રથમ મતાધિધાકારનો ઉપયોગ કરશે
9.89 લાખ વૃદ્ધ મતદાતા છે ચૂંટણી પંચે વધુમાં જણાવ્યું કે ઉમેદવારોની સંપૂર્ણ જાણકારી કેવાયસી સિસ્ટમમાં મળશે
તેમ જ ઉમેદવારોને ગુનાહિત રેકોર્ડની જાણકારી આપવી પડશે વધુમાં ઉમેર્યું કે કોરોના પીડિતો માટે ઘરેથી મતદાનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે
મતદારોની કંઈ પણ ફરિયાદ હોય તો સી વીજલ એપ પર ફરિયાદ કરશે