રહેણાંકના મકાનમાં રોકાણ દ્વારા લાભદાયી આવકવેરા આયોજન

પ્રતીકાત્મક તસવીર:રહેણાંકના મકાનમાં રોકાણ દ્વારા લાભદાયી આવકવેરા આયોજન

રહેણાંકના મકાનમાં રોકાણ દ્વારા લાભદાયી આવકવેરા આયોજન

પ્રતીકાત્મક તસવીર:રહેણાંકના મકાનમાં રોકાણ દ્વારા લાભદાયી આવકવેરા આયોજન
પ્રતીકાત્મક તસવીર:રહેણાંકના મકાનમાં રોકાણ દ્વારા લાભદાયી આવકવેરા આયોજન

 

રહેણાંકના મકાનમાં રોકાણ દ્વારા લાભદાયી આવકવેરા આયોજન

નિયત શરતોને આધીન એક મકાનના મૂડી નફાનું રોકાણ બે નવા રહેણાંકના ઘરમાં પણ કરી શકાય!

કલમ 54 તેમજ 54 એફ હેઠળ લાંબા ગાળાના મૂડી નફા સબંધી કર મુક્તિની વિશિષ્ટ જોગવાઈઓ

કર દાતાની માલિકીની મકાન મિલકતના હસ્તાક્ષર દ્વારા ઉદવતા મૂડી નફા સંબંધી કરમુક્તિ અંગે કલમ 54. 54 એફ ૫૪.ઈસી.૫૪ઈઈ.અને૫૪જીબી હેઠળ મહત્વની જોગવાઈઓ નીચે મુજબ છે

જેનો કરદાતા એ ખાસ ખ્યાલ રાખવો જોઈએ. કલમ 54 હેઠળ લાંબા ગાળાના મૂડી નફા સંબંધી કરમુક્તિની વિશિષ્ટ જોગવાઈઓ વ્યક્તિ તેમજ એચ યુ એફ હોય

તેવા કર દાતાની માલિકીની લાંબા ગાળાની(આકારણી વર્ષ ૨૦૧૭-૧૮સુધી વર્ષ) થી વધુ સમય માટે ધારણ કરવામાં આવેલી

રહેણાંક માટેની મકાન મિલકતનું હસ્તાક્ષર કરવામાં આવે અને જો નીચે જણાવેલા નિયમોનું પાલન થતું હોય

તો આવા હસ્તાક્ષરમાંથી ઉદભવતો મૂડી નફો કરમુક્ત ગણવામાં આવશે

જો કરદાતા દ્વારા આવા મૂડી નફાની રકમ વેચાણ તારીખથી પહેલાના એક વર્ષ પછી કે પછીના બે વર્ષ દરમિયાન રહેણાંક માટે નવું મકાન ખરીદવા માટે

અથવા વેચાણ તારીખ પછીના ત્રણ વર્ષ દરમિયાન નવું મકાન બાંધવા માટે રોકવામાં આવે

તો તે સંજોગોમાં નવા મકાનની ખરીદ કિંમત અથવા બાંધકામ ની કિંમત સુધીનો મૂડી નફો કરમુક્ત ગણવામાં આવશે

આમ જો મૂડી નફાની રકમ નવા મકાનની ખરીદ કિંમત કે બાંધકામ ની કિંમત વધતી હોય

તો તેટલી વધારાની રકમ કરપાત્ર ગણાશે પરંતુ આવા નવા મકાનનું જો ત્રણ વર્ષની અંદર જ હસતા અક્ષર કરવામાં આવે

તો આવા મકાનના હસ્તાક્ષર ઉપર મૂડી નફાની ગણતરીના હેતુસર ઉપર મુજબ અગાઉ કરમુક્ત ગણાયેલી મૂડી નફાની રકમ આ વખતે કરપાત્ર ગણવામાં આવશે.

કલમ 54 એફ હેઠળ કરમુક્ત ની જોગવાઈઓ

કલમ 54 એફ ની જોગવાઈ અનુસાર કરદાતા એ બે વર્ષ (આકારણી વર્ષ ૨૦૧૭-૧૮સુધી ત્રણ વર્ષ) થી વધુ સમય માટે ધારણ કરી હોય

તેવી રહેણાંક ની મિલકત સિવાયની અન્ય કોઈપણ લાંબા ગાળાની મૂડીરૂપી મિલકતની ચોખ્ખી વેચાણ રકમ વેચાણ તારીખના એક વર્ષ અગાઉ કે બે વર્ષ પછીના સમય દરમિયાન રહેઠાણ નું મકાન ખરીદવા માટે

અથવા વેચાણ તારીખના ત્રણ વર્ષની અંદર રહેઠાણનું મકાન બાંધવા માટે જેટલા પ્રમાણમાં રોકવામાં આવે

તેટલા પ્રમાણમાં(proportionate) આવી મિલકતના વેચાણ દ્વારા ઉદભવતા મૂડી નફા સંબંધી કર મુક્તિનો લાભ નીચેના શરતોને આધીન મળી શકશે

આ રાહત તો જ મળી શકશે જો કરદાતા મૂળ મિલકતની હસ્તાક્ષર તારીખ ના રોજ નવા ધારણ કરનાર મકાન સિવાય રહેઠાણના એક મકાનથી વધુ મકાન ન ધરાવતો હોય

આ રાહતના સંદર્ભમાં ખ્યાલ રાખવાની અત્યંત મહત્વની શરત એ છે

કે કરદાતા નવા ઘરમાં કરેલ રોકાણ સિવાય મૂળ મિલકતની હસ્તાક્ષર તારીખથી બે વર્ષના સમય દરમિયાન બીજું નવું ઘર ખરીદી કે ત્રણ વર્ષના સમય દરમિયાન બીજું નવું ઘર બાંધી શકશે નહીં.

જો આ શરતનો ભંગ કરવામાં આવે તો કર દાતાને અગાઉ આપવામાં આવેલ કરમુક્તિનો લાભ પાછો ખેંચી લેવામાં આવશે

આવા નવા મકાનનું જો ત્રણ વર્ષની અંદર જ હસતાક્ષર કરવામાં આવે

તો આવા મકાનના હસ્તાક્ષર ઉપર મૂડી નફાની ગણતરીના હેતુસર અગાઉ કરમુક્ત ગણાયેલી મૂડી નફાની રકમને કરપાત્ર ગણવામાં આવશે

બીજા શબ્દોમાં આ કલમ હેઠળની કરમુક્તિનો લાભ લેવા માટે કરદાતા નવા ખરીદેલ કે બાંધેલ ઘરનું ત્રણ વર્ષ સુધી હસતાક્ષર કરી શકશે નહીં

કલમ 54 તેમજ 54 એફ નીકર મુક્ત ના હેતુસર રહેઠાણના ઘરમાં કરાતું રોકાણ ભારતમાં આવેલા એક ઘરમાં જ કરી શકશે

કલમ 54 તેમજ 54 એફ ની જોગવાઈઓ અનુસાર નિયત શરતોને આધીન રહેઠાણના ઘરમાં કરતા રોકાણના સંદર્ભમાં મૂડી નફાની કર મુક્તિ નો લાભ મળી શકે છે

આકારણી વર્ષ૨૦૧૪-૧૫ સુધી અમલી બંને કલમોની કાયદાકીય ભાષામાં આવુરોકાણ માત્ર ભારતમાં જ આવેલા ઘરમાં થઈ શકે

તેવું કોઈ નિયંત્રણ લાદવામાં આવ્યું ન હોય કરદાતા દ્વારા પરદેશમાં કોઈ ઘર ખરીદવામાં કે બાંધવામાં આવે અને

તે સંબંધી કલમ 54 તેમજ 54 એફ ની અન્ય શરતો પરિપૂર્ણ થતી હોય તો તેવા કેસમાં કરમુક્તિનો લાભ જરૂરથી મળી શકે

તેવું મુંબઈની ઇન્કમટેક્સ એપેલેટ ટીબ્યુનલ દ્વારા શ્રીમતી પ્રેમા પી શાહ વિરુદ્ધ ઇન્કમટેક્સ ઓફિસર (૧૦૦ ITD ૬૦(MUM) તથા બેંગ્લોરની ઇન્કમટેક્સ એપેલેટ ટીબ્યુનલે વિનય મિશ્રા વિરુદ્ધ આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઇન્કમટેક્સ (૩૦ taxmann com ૩૪૧((bom.) ના કેસમાં ઠરાવ્યું હતું

કલમ 54 તેમજ 54 એફ હેઠળ મૂડી નફા સંબંધિ કરમુક્તિના સંદર્ભમાં એક વિવાદાસ્પદ કહી શકાય તેવું અર્થઘટન એ રહ્યું છે

કે સદરૂ કલમો હેઠળ કરવા કરાતા રોકાણ સંબંધી(residential house) ના શબ્દ પ્રયોગનો અર્થ એક વચન કે બહુવચનમાં કરાવો જોઈએ

કર્ણાટક હાઇકોર્ટે કમિશનર ઓફ ઇન્કમટેક્સ વિરુદ્ધ આનંદ બસપાના(૩૦૯ itr૩૨૯(kar).) ના કેસમાં એવું ઠરાવ્યું હતું

કે’a’શબ્દ પ્રયોગ નો અર્થ એક વચનમાં કરાવો જરૂરી નથી ઉપરોક્ત બંને મુદ્દાઓ ઉપરના કાનૂની વિવાદ તેમજ મત મતાતરનો અંત લાવી

આવકવેરા ખાતા ના દ્રષ્ટિકોણને અનુમોદન આપવાના હેતુસર આકારણી વર્ષ 2015 16 થી કલમ 54 તેમજ 54 એફ માં યોગ્ય સુધારા કરીને એવી સ્પષ્ટતા કરવામાં આવી છે

કે કરમુક્તિનો લાભ ભારતમાં આવેલા મકાન(residential House in India) ના સંદર્ભમાં મળી શકશે

કલમ 54 હેઠળ કરમુક્તિનો લાભ લેવાનાં હેતુસર આકારણી વર્ષ 2020 21 થી નિયત શરતોને આધીન કરપાત્ર મૂડી નફાનું રોકાણ બે નવા ઘરમાં પણ કરી શકશે

2019 ના નાણાકીય (ધારા નંબર-૧ માં કરાયેલ જોગવાઈ અનુસાર જો વ્યક્તિ કે એચ યુ એફ હોય

તેવા કરદાતા ના કેસમાં વેચાણ કરવામાં આવતા રહેઠાણના મકાનમાંથી ઉદ્ભવતા મૂડી નફાની રકમ રૂપિયા બે કરોડથી વધુ ન હોય

તો કર પાત્ર મૂડી નફાની આવી રકમનું રોકાણ સંબંધીત કરદાતા દ્વારા કલમ 54 હેઠળની અન્ય નિયત શરતોને આધીન રહેઠાણના બે નવા ઘરની ખરીદી કે બાંધકામ માટે ઉપયોગમાં લઈને

આવકવેરા કરમુક્તિનો લાભ લઈ શકાશે આ સંદર્ભમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે

કે બે મકાનમાં રોકાણ કરી કર મુક્તિનો આ વિશિષ્ટ લાભ કરદાતા તેના જીવનકાળ દરમિયાન માત્ર એક વખત લઈ શકશે

અલબત્ત આ સંદર્ભમાં એક ખ્યાલમાં રાખવું પણ જરૂરી છે કે આ નિયંત્રણ રૂપિયા બે કરોડની અંદર ઉદભવતા મૂડી નફાના સંદર્ભમાં બે નવા મકાનમાં કરાતા રોકાણ માટે જ લાગુ પડશે

બીજા શબ્દોમાં કહીએ તો કલમ 54 ની સામાન્ય જોગવાઈઓ હેઠળ કોઈપણ રહેઠાણના મકાનના વેચાણમાંથી ઉદભવતા કરપાત્ર મૂડી નફાનું રોકાણ કોઈપણ એક ઘરમાં કરીને મળી શકતો પ્રવર્તમાન લાભ ચાલુ રહેશે

અનેક મધ્યમ વર્ગના કુટુંબોમાં કુટુંબના વડા દ્વારા જુના મકાન નું વેચાણ કરવામાં આવે

અને તેમાંથી મળતા નાણાં કુટુંબના બે સભ્યોના લાભાર્થી બે અલગ મકાનો માટે રોકાણ કરવાનું અથવા

બે અલગ સ્થળોએ બે અલગ મકાનમાં રોકાણ કરવાનું આયોજન જરૂરી હોય

તેવા તમામ કેસોમાં ઉપરોક્ત નવી જોગવાઈ આશીર્વાદરૂપ બની રહેશે

આ સંદર્ભમાં એ પણ ખ્યાલમાં રાખવું જોઈએ કે બે ઘરોમાં રોકાણનો ઉપરોક્ત લાભ લેવા માટે રૂપિયા બે કરોડની મર્યાદા જૂના ઘરના વેચાણમાંથી ઉદભવતા કર પાત્ર મૂડી નફાને રકમના સંદર્ભમાં નિયત કરવામાં આવી છે

અને તેથી જો જુના ઘરના વેચાણનું કુલ અવેજ રૂપિયા બે કરોડથી વધુ હોય તો પણ આ લાભ મળી શકશે.

રહેઠાણનું મકાન અંગત ઉપયોગ માટે કે ભાડે આપેલું પણ હોઈ શકે!

કલમ 54 તેમજ 54 એફ ની ઉપરોક્ત જોગવાઈઓના સંદર્ભમાં કર દાતાની માલિકીની રહેઠાણની મિલકતના સંદર્ભમાં એ સ્પષ્ટતા કરવી જરૂરી છે

કે આવી મિલકતમાં કરદાતા પોતાના અંગત રહેઠાણ માટે ઉપયોગ કરતો હોય

તેવી તેમ જ તેણે અન્ય કોઈને ભાડે આપેલી હોય તેવી રહેઠાણની મિલકતનો પણ સમાવેશ કરવામાં આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp