લુણાવાડાની કેનરા બેન્કમાં ક્રોપ લોન ના નામે ખેડૂતો સાથે છેતરપિંડી..
બેંક મેનેજર અને એજન્ટે મોટું કૌભાંડ કર્યું હોવાની ખેડૂતોની રાવ
બેંક મેનેજર તથા બેન્ક મિત્રને ખેડૂતોએ વકીલ દ્વારા નોટિસ મોકલી
સીતેર હજાર આપ્યા અને જમીન પર ૫ લાખનો બોજો પડ્યો
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા વિસ્તારના ગરીબ ખેડૂતો સાથે ખેતીની ક્રોપ લોન માં બેંકના કર્મચારી અને વચોટિયા એજન્ટો દ્વારા..
ગરીબ ખેડૂતો જોડે છેતરપિંડી કરી ખેડૂતોના નાણાં ચાઉં કરી જવાનુ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.
જિલ્લાના ગરીબ ખેડૂતો પાસે બેંકના મેનેજર સહિત કર્મચારીઓ સાથે સાઠ ગાંઠ કરી ગરીબ ખેડૂતોના ઘરે ઘરે જઈ..
ડોક્યુમેન્ટ લઈ સીધી લોન લુણાવાડા ની કેનરા બેંકમાં કરીને મોટાભાગના નાણાં એજન્ટ અને બેંકના કર્મચારીઓની મિલીભગત કરીને ખેડૂતને માત્રને માત્ર 50,000 આપીને ખેડૂતો સાથે મોટી છેતરપિંડી કરી..
નાણાંગર ભેગા કર્યા હોવાનું સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે ..
હાલ તો ગરીબ ખેડૂતો કેનરા બેન્કના ધક્કા ખાઈ રહ્યા છે .
પરંતુ બેંકમાંથી કાઢી મૂકવામાં આવી રહ્યા છે .
જો કે ખેડૂતોએ ખેતીની નકલો કઢાવતા નકલમાં પાંચ લાખની લોનનું બોજો ચડી ગયા હોવાનું બહાર આવતા..
તમામ ખેડૂતોએ બેંકના મેનેજર સહિત એજન્ટ અને બેન્ક મિત્ર કિરીટભાઈ કાળુભાઈ માછીને વકીલ દ્વારા નોટિસ મોકલી ખુલાસો માંગવામાં આવ્યો હતો ..
અને જો સમય મર્યાદામાં યોગ્ય જવાબ ન મળે ..
તો પોલીસ કેસ કરી સમગ્ર કૌભાંડ બહાર પાડવામાં આવશે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું