કિડાણા પાસે બાવળ વચ્ચેથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો
ગાંધીધામના કિડાણા ગામમાં બાવળોની ઝાડીમાંથી યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ પ્રશાસન હરકતમાં આવ્યું હતું.
મૃતકનું પીએમ જામનગર કરાયું જેમાં અકસ્માતના કારણે ઈજા પહોંચી હોવાનું તારણ કઢાઈ રહ્યું છે,
પરંતુ સ્થળ પરની પરિસ્થિતિઓ શંકાસ્પદ છે.
ગાંધીધામના બી ડિવિઝન પોલીસ મથકે થયેલી અકસ્માત મોતની નોંધ અનુસાર કિડાણાની રામ સોસાયટીમાં રહેતા 22 વર્ષીય નરેંદ્રભાઈ નેમાભાઈ ચૌહાણને તેના મામા મગનભાઈ આદિપુરની ડિવાઈન લાઈફ હોસ્પિટલમાં લઈ અવ્યા હતા,
તેમને પુછતા તેમણે કહ્યું કે રામ સોસાયટીના ઉતર દિશામાં 300 થી 400 મિટર બાવળની જાડી પાસે રસ્તા પાસેથી મૃતક મળી આવ્યો હતો,
જેની નાક અને કાનમાંથી લોહી નિકળતું હતું. પોલીસના સુત્રોએ જણાવ્યું કે સ્થાનિક હોસ્પિટલોમાં તેનું પીએમ કરવાની નામી ભરતા જામનગર પીએમ માટે લઈ જવાયો હતો.
જ્યાં પીએમમાં અકસ્માતના કારણે ઈજા પહોંચતા મોત નિપજ્યું હોવાનું લખી દેવાયું છે.
પણ ઘટનાસ્થળેથી કોઇ વાહન પણ મળ્યું નથી અને ત્યાંથી કોઇ ભારે વાહન પસાર થયાનું પણ પ્રતિપાદીત પ્રાથમિક સ્તરે થતુ નથી.
ઉપરાંત ગુપ્ત ભાગમાં પણ ઈજાઓ હોવાનું સામે આવી રહ્યું છે.
ઘરથી નજીકમાંજ મળેલા મૃતદેહ પ્રકરણમાં યુવાન પુત્રને ગુમાવનાર પરિવાર આઘાતમાં છે,
તો પોલીસે ઘટનાની નોંધ લઈને તપાસ હાથ ધરી છે.